156 નગરપાલિકા માટે રૂ.17.10 કરોડની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી
જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે સહાયનો કરાશે ઉપયોગ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુરની સ્થિતિ પ્રવર્તી છે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યની 156 નગરપાલિકાઓને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. નગરોમાં વરસાદી પાણી ભરાતા સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરાશે.
આ સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્યમાં અતિભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની 156 નગરપાલિકાઓને સાફ-સફાઈ, દવાનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે કુલ 17.10 કરોડ રૂ.ની સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં અ વર્ગની 22 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.20 લાખની, બ વર્ગની 30 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.15 લાખની, ક વર્ગની 60 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.10 લાખની અને ડ વર્ગની 44 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.5 લાખની સહાય મળશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!