બોરસદ: ચેકિંગ માટે ટ્રક રોકવાનું કહેતાં ચાલકે પોલીસકર્મી ઉપર ચઢાવ્યો ટ્રક, પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત
હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે. બોરસદ ટાઉનમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીએ ટ્રકચાલકને ઊભા રહેવા ઇશારો કર્યો હતો. જોકે ચાલકે પોતાની ટ્રક ભગાવી મૂકતાં પોલીસકર્મીએ પીછો કર્યો હતો, જેમાં ટ્રકને ઓવરટેક કરી એને રોકવાનો પ્રયત્ન કરતાં ચાલકે ટ્રક પોલીસકર્મી પર ચડાવી દીધી હતી. આ બનાવમાં પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસબેડામાં ગમગીની વ્યાપી છે. પરિવારના કલ્પાંતે ગામમાં પણ શોકમગ્ન વાતાવરણ નિર્માણ કર્યું છે.
રોકવા કહેતાં ચાલકે ટ્રક ઉપર ચઢાવી દીધી
બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન ટ્રકચાલકને ઊભી રાખવા ઈશારો કરતાં તેણે ટ્રક દોડાવી દીધી. કિરણસિંહે તેનો પીછો કરી ટ્રકની આગળ ઓવરટેક કરી ગાડી ઊભી કરી દીધી અને તે રોકવા કહેતાં ટ્રકચાલકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી. એમાં પગને ભારે ઇજાઓ પહોંચતાં તેમને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિથી જ પોલીસકાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
ઇરાદાપૂર્વક કરેલો ગુનો
આ અંગે આણંદ ડીએસપી અજિત રાજ્યાણે જણાવ્યું હતું કે પોલીસકર્મી ઉપર ફરજ દરમિયાન થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાન પાસિંગની ટ્રક હાલ પોલીસ જાપતામાં છે. ગુનેગારને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે ઇપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
મહત્ત્વનું છે કે કિરણસિંહ 2006થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ પરિણીત હતા. તેમને પરિવારમાં બે સંતાન છે, જ્યારે ચાર વર્ષ અગાઉ જ તેમનાં પત્નીનો સ્વર્ગવાસ થયો હોઈ, બે સંતાનની જવાબદારી તેમના પર જ હતી. હાલ કિરણસિંહના મૃત્યુ બાદ બે સંતાને માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી છે. હાલ મૃતકનો પરિવાર અને સમગ્ર પોલીસ પરિવાર ભારે શોકમય બની ગયો છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!