Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

બે દિવસ દક્ષિણ ગુજરાતમાં અને ત્યારપછીના બે દિવસ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’

બે દિવસ દક્ષિણ ગુજરાતમાં અને ત્યારપછીના બે દિવસ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’

સૌરાષ્ટ્ર-ગુજરાતને છેલ્લા એકાદ અઠવાડિયાથી મેઘરાજા ધમરોળી રહ્યા છે અને હજુ આવતા ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું જ છે. ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમુક ભાગોમાં હળવા-મધ્યમથી માંડીને બાકીના સ્થળોએ ભારેથી અતિભારે અને ક્યાંક-ક્યાંક અતિ-અતિ ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ‘કલર કોડ’ના આધારે ચેતવણી જાહેર કરવામાં આવતી હોય છે. આવતા ચાર દિવસ માટે દૈનિક ધોરણે આવી આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી અમરેલી, ભાવનગર અને ગિર સોમનાથમાં ઓરેન્ટ એલર્ટ છે તેનો અર્થ એવો થાય છે કે ગમે તેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જ્યારે રેડ એલર્ટનો અર્થ કાર્યવાહી પગલા લેવાનો થાય છે. તા. 13થી 14મીસવાર સુધી પણ જૂનાગઢ, અમરેલી, ગિર સોમનાથમાં ઓરેન્ટ એલર્ટ જારી થયું છે જ્યારે 14 થી 15 દરમિયાન ગિર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

15 થી 16મી સવાર સુધીના સમયગાળા માટે દેવભૂુમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આજથી આવતીકાલ સવાર સુધી સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ છે એટલે હજુ આજનો દિવસ દક્ષિણ ગુજરાતમાં જ મેઘરાજાનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આવતીકાલથી ગુરુવાર સવાર સુધી પણ નવસારી,ડાંગ અને વલસાડમાં જ રેડ એલર્ટ ઘોષીત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના આ કલરકોડ આધારિત આગાહીના આધારે એવું માની શકાય તેમ છે કે હજુ બે દિવસ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળશે અને ત્યારબાદના બે દિવસ સૌરાષ્ટ્રનો ‘વારો’ લેશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!