મહેસાણાની ડેરીનું લોહિયાળ રાજકારણ: દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ-ચેરમેન મોઘજી ચૌધરી અને તેમના પુત્ર પર ટોળું ધોકા-પાઇપ લઈને તૂટી પડ્યું, પિતાને બચાવવા પુત્રનું ફાયરિંગ
મહેસાણાની દુધ સાગર ડેરીની આજે મળનારી વાર્ષિક સાધારણ સભા પહેલાં મોઘજી ચૌધરી પર હુમલો થયો હતો, જેમાં મોઘજી ચૌધરીના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું. સભા પૂર્વે ડેરીના ગેટ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી, તેમના પુત્ર અને ભાણેજ પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં સ્વ બચાવમાં પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતુ. ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત મોઘજી ચૌધરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાંથી મોઘજી ચૌધરીએ જણાવ્યું હતું કે, આ એક આગોતર કાવતરું હતું. ડેરીના ચેરમેનના આદેશથી આ કાવરતું રચાયું છે: મોઘજી ચૌધરી
મહેસાણા દૂધ સાગર ડેરીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે દૂધસાગર ડેરીમાં યોજાયેલી સાધારણ સભામાં પાવડર પ્લાન્ટના મુદ્દાને રદ્દ કરવા માટે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી સભામાં ડેરીના સત્તાધીશો સામે સવાલ જવાબ કરવા જવાના હતા, એ દરમિયાન આજે સવારે ડેરીના ગેટ પાસે મોઘજી ચૌધરીને ડેરીના સુપરવાઈઝર અને સિક્યુરિટી દ્વારા લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો અને ગાડી પણ તોડી પાડવામાં આવી હતી. આ હુમલામાં ગાડીમાં સવાર મોઘજી ચૌધરીના પુત્ર અને ભાણા પર પણ ટોળાએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જેથી સ્વ બચાવમાં મોઘજી ચૌધરીના પુત્રએ બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા ટોળું વિખેરાઈ જતા તેઓને રિક્ષા મારફત સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
મોઘજી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આ એક આગોતર કાવતરું હતું, ડેરીના ચેરમેનના આદેશથી આ કાવરતું રચાયું છે. મને અને મારા સાથે રહેલા લોકોને ખૂબ ઇજાઓ થઈ છે. મારાં કપડાં ફાડી નાખ્યા છે અને મારા પૈસા કાઢી લીધા છે. રાજુ, જયંતી, સાહિલ, ગૌરાંગ અને અન્ય લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
