Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

રાકેશ ઝુનઝુનવાલાની કંપનીનું પહેલું પ્લેન નવી દિલ્હી પહોંચ્યું, આવતા મહિનાથી ભરશે ઉડાન

રાકેશ ઝુનઝુનવાલાની કંપનીનું પહેલું પ્લેન નવી દિલ્હી પહોંચ્યું, આવતા મહિનાથી ભરશે ઉડાન

ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ટૂંક સમયમાં નવી એરલાઇન કંપનીની એન્ટ્રી થવા જઈ રહી છે. આ કંપની બીજી કોઈ નહીં પરંતુ રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી Akasa Air છે. દિગ્ગ્જ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા પ્રમોટ કરાયેલ આકાશ એરનું પ્રથમ બોઇંગ 737 MAX એરક્રાફ્ટ મંગળવારે નવી દિલ્હી પહોંચ્યું.આ સાથે, કંપની કામગીરી શરૂ કરવા માટે જરૂરી એર ઓપરેટિંગ પરમિટ મેળવવાની નજીક પહોંચી ગઈ છે.

આકાશ એરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઇનને 15 જૂને યુએસએના સિએટલમાં પ્લેનની ઔપચારિક ચાવીઓ મળી હતી.આકાશ એરએ ગયા નવેમ્બરમાં બોઇંગને 72 બોઇંગ 737 MAX એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી આ પ્રથમ સપ્લાય છે.

આકાશ એરના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિનય દુબેએ જણાવ્યું હતું કે એરલાઈન્સે આજે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેના પ્રથમ બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટનું સ્વાગત કર્યું છે.આ પ્રસંગે, તેમણે કહ્યું, “આ કંપની તેમજ ભારતીય એરલાઇન માટે એક મોટી ઉપલબ્ધિ છે.આ નવા ભારતની કહાની છે.વિનય દુબેએ કહ્યું હતું કે, પ્રથમ એરક્રાફ્ટનું ભારત આવવું એ આપણા બધા માટે ખુશીની ક્ષણ છે.

બોઈંગ ઈન્ડિયાના પ્રમુખ સલિલ ગુપ્તા આ પ્રસંગે કહે છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.તે ઉડ્ડયન ઉદ્યોગ માટે નવી તકો પણ ખોલી રહ્યું છે.737 MAX આકાશ એરને હવાઈ મુસાફરીનો આનંદદાયક અનુભવ કરાવશે.તે જ સમયે, તે વ્યવસાય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!