Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

અદાણી પોર્ટે 99 દિવસમાં 100 મિલીઅન મેટ્રિકટન કાર્ગો હેન્ડલ કરી રેકોર્ડ સર્જયો

અદાણી પોર્ટે 99 દિવસમાં 100 મિલીઅન મેટ્રિકટન કાર્ગો હેન્ડલ કરી રેકોર્ડ સર્જયો

કાર્ગો હેન્ડલ કરવામાં મુંદ્રા મોખરે, ત્યારબાદ હજીરા, કટુપલ્લી, એન્નોર અને દહેજ

ભારતની સર્વોચ્ચ સંકલિત પરિવહન સેવા પૂરી પાડતા અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડે ચાલુ 20 22-23ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના ફકત 99 દિવસમાં તા.8 જુલાઈ 2022ના દિવસે 100 મિલીઅન મેટ્રિકટન કાર્ગોનું વિક્રમી પરિવહન કરીને બંદરીય કારોબારમાં નવો કિર્તીમાન હાંસલ કર્યો છે.

ગત વર્ષ 109 દિવસમાં અદાણી પોર્ટસ એન્ડ સેઝે પરિવહન કરેલ 100 મીલીઅન મેટ્રીકટન કાર્ગોના સમયગાળામાં 10 દિવસના ઘટાડાની તુલના કરતા પોર્ટ ખાતે પરિવહન સંચાલનની કાર્યક્ષમતામાં મહત્વનો સુધારો થયાનું ફલીત થાય છે. પ્રણાલીકાગત વેપાર પ્રક્રિયાઓને નવા યુગની ડિજિટલ તકનીકો સાથે સાંકળવા માટે ટેકનોલોજી આધારિત નવા અભિગમનો ઉપયોગ કરીને અદાણી પોર્ટ અને સેઝેર 2025 સુધીમાં 500 મીલીઅન મેટ્રીકટન કાર્ગોથુપુટ હાંસલ કરવા માટેનું લક્ષ્ય નકકી કર્યુ છે.

કંપનીના કાર્ગો હાઈ પોઈન્ટને ઉતેજન ઓપનારા મુખ્ય કેટલાક પરિબળોમાં ફલીટ અને કયુઅલ મેનેજમેન્ટ, એસેટમોનિટરિંગ, કામગીરીઓનું ડિજિટલાઈઝેશન, મોબીલીટી, ઓપરેશનલ ઈન્ટેલીજન્સ અને એપ્લીકેશન્સ તથા કામગીરીના મોનીટરીંગના કારણે કાર્યક્ષમતામાં આવેલનો ધપાવવા સુધારાનો સમાવેશ થાય છે. એપીએસઈઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેકટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે દુનિયાની વિરાટ પોર્ટ કંપની અને 2030 સુધીમાં ભારતની સૌથી મોટી સંચલીત પરિવહન સેવા પૂરી પાડનાર કંપની તરીકે ઉભરી આવવાની મહત્વાકાંક્ષા 2021માં વ્યકત કરી હતી.

‘જયાં કંપનીની બંદરીય કામગીરીનો વ્યાપ પાંચ બંદરોમાં ફેલાયેલો છે ત્યલરે વાર્ષિક 100 મિલીઅન મેટ્રીકટન કાર્ગોથ્રુ પુટનું લક્ષ્ય હાંસલ કરતા 14 વર્ષ લાગ્યા હતા. જૂન 2022માં અદાણી પોર્ટ એન્ડ સેઝે માસિક સૌથી વધુ 31.88 મિલીઅન મેટ્રીકટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. જે 12 ટકાનો વાય ઓ વાય કુદકો હતો. ગત વર્ષથી કોલસાનો વોલ્યુમમાં મજબૂત રીકવરી દર્શાવી છે કોલસાના વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા મજબૂત રીકવરી ચાલુ રહી છે. ગત વર્ષની સરખામણીમાં અન્ય મુખ્ય ક્ષેત્રોનો આ માસિક ઉછાળામાં યોગદાન રહ્યું છે. તેમાં ક્રૂડ 17 ટકા અને ક્ધટેન 26 ટકા છે. મુંદ્રા પોર્ટે માસિક 21 ટકાના વોલ્યુમની વૃધ્ધિ સાતે આ વિક્રમ રૂપ સિધ્ધીમાં શિરમોર યોગદાન આપ્યુ છે.

એ પછીના ક્રમે હજીરા, કટુપલ્લી અને એન્નોર સંયુકત રીતે અને દહેજ રહ્યા છે. વિશ્વ સ્તરે વૈવિધ્યકરણ ધરાવતા અદાણી ગ્રુપના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન લીમીટેડ (પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીકસ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે) વ્યુહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા દહેજ તુના અને હજીરા ઓડીશામાં ધામરા ગોવામાં માર્ગુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્ટનમ અને ક્રિશ્ના પટનમ, મહારાષ્ટ્રમાં દીધી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મીનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે. જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!