Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

અમરનાથ બાદ જમ્મુના ડોડા જિલ્લામાં વાદળ ફાટ્યુ: વહેલી સવારે આવેલા પુરથી હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો

અમરનાથ બાદ જમ્મુના ડોડા જિલ્લામાં વાદળ ફાટ્યુ: વહેલી સવારે આવેલા પુરથી હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યા બાદ હવે ડોડા જિલ્લામાં વાદળ ફાટ્યુ છે. આજે સવારે લગભગ 4 વાગે પૂર્વ જમ્મુમાં ડોડા જિલ્લાના ઠથરી શહેરમાં વાદળ ફાટ્યુ છે.

જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.વાદળ ફાટવાના કારણે ઘર અને વાહન કાટમાળમાં દબાઈ ગયા છે. હાઈવે પર ટ્રાફિક જામમાં વાહન ફસાઈ ગયા હતા પરંતુ હવે હાઈવે ખુલી ગયો છે અને પરિવહન ફરીથી શરૂ કરાયુ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અમરનાથ ગુફા નજીફ વાદળ ફાટ્યુ છે, જેના કારણે અત્યાર સુધી 17 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 40થી વધારે લોકો લાપતા છે. વાદળ ફાટ્યા બાદ NDRF, SDRF ની ટીમો બચાવ કાર્યમાં લાગી ગઈ છે. જે સમયે વાદળ ફાટ્યુ, તે સમયે અમરનાથ ગુફા નજીક 10થી 15 શ્રદ્ધાળુઓ હાજર હોવાનુ મીડિયા રિપોર્ટમાં બહાર આવ્યુ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!