Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે એરફોર્સની 3000 ભરતી માટે 60 હજાર અરજીઓ આવી

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે એરફોર્સની 3000 ભરતી માટે 60 હજાર અરજીઓ આવી

દિલ્હી: ભારતમાં અગ્નિપથ યોજનાને લઈને એક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ તાજેતરમાં એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે 3 દિવસમાં 56960 અરજીઓ મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજુ કરતી વખતે કહ્યું હતું કે 17થી 21 વર્ષની વયજૂથના યુવાનો ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે. જેમાંથી 25%ને સામેલ કરવામાં આવશે.

એરફોર્સે રવિવારે ટવીટ કરીને જણાવ્યું કે 3000ની ભરતી સામે 56960 અગ્નિપથ ભરતીની અરજીઓ આવી છે. રજીસ્ટ્રેશન 5 જુલાઈએ બંધ થશે. હજું આવે તેવી સંભાવના છે. અગ્નિવીરોની તાલીમ 30 ડિસેમ્બરથી શરૂ થશે. દેશના ઘણા ભાગોમાં આ યોજનાનો હિંસક વિરોધ થયો હતો. સરકારે 16 જૂને વર્ષ 2022 માટે આ યોજના હેઠળ ભરતી માટેની ઉપલી વય મર્યાદા 21થી વધારી 23 વર્ષ કરી હતી.

આ ઉપરાંત નિવૃતિ બાદ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉપક્રમોમાં તેમના માટે પસંદગી જેવા અનેક પગલાની જાહેરાત કરવામાં આવી હતી.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!