Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

અગ્નિપથ મુદ્દે સરકારનો નવો નિર્ણય: કેન્દ્રીય સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સમાં અગ્નિવીર માટે 10% અનામત

અગ્નિપથ મુદ્દે સરકારનો નવો નિર્ણય: કેન્દ્રીય સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સમાં અગ્નિવીર માટે 10% અનામત

ગૃહ મંત્રાલયે CAPF (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ) અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને 10% અનામત આપવાનો નિર્ણય લીધો છે. અગ્નિવીરોને બે દળોમાં ભરતી માટે ઉપલી વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવી હતી. અગ્નિવીરની પ્રથમ બેચ માટે વયમાં મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ હશે.


આવતીકાલે કોંગ્રેસનું પ્રદર્શન જાહેર
અગ્નિપથ યોજના સામે દેશભરમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પણ પ્રદર્શનની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતાઓ રવિવારે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરશે, જેમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ સામેલ થશે.

આજે બિહાર બંધનું એલાન
સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધમાં શુક્રવારે દેશના ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થયા હતા. આ યોજનાના વિરોધમાં બિહારના વિદ્યાર્થી સંગઠનોએ શનિવારે રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે. આરજેડીએ પણ બંધને સમર્થન જાહેર કર્યું છે. આરજેડીના બિહારના અધ્યક્ષ જગદાનંદ સિંહે કહ્યું કે ટૂંકા ગાળાની ભરતી યોજના દેશના યુવાનોના હિતમાં નથી. સાથે જ ડાબેરી પક્ષોએ પણ બંધને સમર્થન આપ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ શનિવારે યોજનાને લઈને સમીક્ષા બેઠક કરશે. આ બેઠકમાં નેવી ચીફ, એરફોર્સ ચીફ અને રક્ષા મંત્રાલયના અધિકારીઓ હાજર રહેશે. આર્મી ચીફ શનિવારે એરફોર્સની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેવા હૈદરાબાદના ડુંડીગલ જવાના હોવાથી તેઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં. જનરલ મનોજ પાંડેએ શુક્રવારે યુવાનોને આર્મીમાં જોડાઈને અગ્નિવીર બનવાની અપીલ કરી હતી.

2 દિવસમાં 12 ટ્રેનો સળગાવાઈ, રેલ્વે મંત્રીએ નુકસાન ન પહોંચાડવાની કરી અપીલ
રેલ્વે દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર બુધવારે વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદથી 12 ટ્રેનોને સળગાવી દેવામાં આવી છે. આ દરમિયાન 300 થી વધુ ટ્રેનોને અસર થઈ છે. 214 ટ્રેનો રદ કરવામાં આવી છે, 11ને ડાયવર્ટ કરવામાં આવી છે અને 90 તેમના સ્ટેશન સુધી પહોંચી શકી નથી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ્વે સંપત્તિને નુકસાન ન કરવા અપીલ કરી છે.

અગ્નિપથ મુદ્દે સરકારનો નવો નિર્ણય: કેન્દ્રીય સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સમાં અગ્નિવીર માટે 10% અનામત

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!