Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

અગ્નિપથ સ્કીમ બની ‘અગ્નિપથ’: સેનામાં ભરતીની યોજના સામે સતત બીજા દિવસે છાત્રોના જોરદાર દેખાવો

અગ્નિપથ સ્કીમ બની ‘અગ્નિપથ’: સેનામાં ભરતીની યોજના સામે સતત બીજા દિવસે છાત્રોના જોરદાર દેખાવો

પટણા (બિહાર): સેનામાં ભરતી માટે ચાર વર્ષની ફિકસ મુદતની અગ્નિપથ સ્કીમ આજકાલ સરકાર માટે અગ્નિ પથ જેવી બની ગઈ છે.આ સ્કીમ સામે ગઈકાલતી છાત્રો દ્વારા શરૂ થઈ રહેલા વિરોધ પ્રદર્શન સતત બીજા દિવસે ચાલુ રહ્યા હતા. અગ્નિવીરોની ભરતીની સ્કીમ સામે છાત્રોએ ઠેરઠેર આગજની કરી હતી. પથ્થરમારો તોડફોડ સહીતની ઘટનાઓ બની છે.

દેખાવકાર છાત્રોને ખદેડવા પોલીસે બળપ્રયોગ કરવો પડયો છે. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રોનું કહેવુ છે કે અગાઉની ભરતી પ્રક્રિયા ચાલૂ કરવી જોઈએ.આવી ચાર વર્ષની અગ્નિપથની સ્કીમો નહી.આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સેનામાં લાવવામાં આવેલ ફીકસ ચાર વર્ષની નવી ભરતી સ્કીમ અગ્નિપથ સામે બિહારમાં છાત્રો દ્વારા ગઈકાલથી ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. જેને લઈને આજે સતત બીજા દિવસે જહાનાબાદ અને નવાદામાં સેનાના ઉમેદવારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ છાત્રોએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા.

છાત્રોએ સારા રેલવે સ્ટેશન પર દેખાવો કરતા સ્ટેશન ખાલી કરાવાયું હતું. જેહાનાબાદમાં ટ્રેન રોકો વિરોધ કરાયો હતો. જયારે મુંગેરમાં છાત્રોએ આગજની કરી હતી. વિરોધ પર ઉતરી આવેલા છાત્રોએ છપરામાં બસમાં તોડફોડ કરી હતી. આ છાત્રોનું કહેવુ છે કે જેની તૈયારી ત્રણ-ચાર વર્ષથી કરી રહ્યા છીએ. તેની નોકરી માત્ર ચાર વર્ષની રહે તે બરાબર નથી. આ છાત્રોએ અગાઉની ભરતી પ્રક્રિયા કરવાની માંગ કરી છે. પોલીસે દેખાવ કરી રહેલા છાત્રોને ખદેડયા હતા.છાત્રોના દેખાવોથી આમજનોને મુશ્કેલી પડી હતી.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!