બે દિ’ની રોક બાદ આજે શરૂ થયેલી અમરનાથ યાત્રા ભારે વરસાદથી ફરી સ્થગીત
આ વર્ષે અમરનાથ યાત્રા અનેક વિધ્નોથી ભરેલી રહી: વાદળ ફાટવાની હોનારત બાદ છેલ્લા બે દિ’થી યાત્રા સ્થગીત હતી, તેમાં ફરી વરસાદનું વિધ્ન આવ્યું
શુક્રવારે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની દુર્ઘટના બાદ ભારે વરસાદને પગલે આ યાત્રા સ્થગીત કરવામાં આવી હતી. પહેલગામ અને અન્ય રૂટ પરથી બે દિવસ માટે સ્થગીત કર્યા બાદ આજે સવારે બાબા અમરનાથના દર્શન માટે ફરી યાત્રા શરૂ થઈ હતી ત્યાં આજે ફરી ભારે વરસાદ ચાલુ થતા અમરનાથ યાત્રા ફરી પંજત ખાતે દેવામાં આવી છે.
આ વર્ષે અમરનાથ યાત્રા વિધ્નોથી ભરેલી રહી છે. શુક્રવારે વાદળ ફાટયાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 16 જેટલા યાત્રાળુઓના મૃત્યુ નિપજયા હતા. અમરનાથની પવિત્ર ગુફા પાસેથી અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે.જો કે બચાવકાર્ય હજુ ચાલુ જ છે. આ દુર્ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી,
જે આજે સોમવારે પુન: શરૂ કરાઈ હતી. જમ્મુ આધાર શિબિર ભગવતીનગરથી પણ શ્રદ્ધાળુઓનું જૂથ કાશ્મીર ખીણ માટે રવાના કરાઈ હતી. હવામાન સાફ હોવાથી સૌપ્રથમ પહેલગામ યાત્રા માર્ગ પર પંચ તરણીમાં રહેલા શ્રદ્ધાળુઓને પણ બાબા બર્ફાનીના દર્શન માટે આગળ રવાના કરાયા હતા. પરંતુ આજે અચાનક ભારે વરસાદ શરૂ થતા બે દિ’ બાદ શરૂ થયેલી અમરનાથ યાત્રા ફરી રોકી દેવાઈ છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
