Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

અમરનાથ યાત્રા ફરી શરૂ: શ્રીનગરથી પંજતરણી સુધી હેલીકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ

અમરનાથ યાત્રા ફરી શરૂ: શ્રીનગરથી પંજતરણી સુધી હેલીકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ

હવે શ્રીનગરથી પંજતરણી અને પંજતરણીથી શ્રીનગરની સીધી હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકાશે

કુદરતી આફત બાદ અમરનાથ યાત્રા સોમવારથી ફરી શરૂ થઈ છે. આથી 4 હજારથી વધુ ભક્તોનો સમૂહ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયો હતો. પંજતરની બાજુથી ભક્તો પવિત્ર ગુફામાં જશે. આ તરફ શ્રીઅમરનાથજી દેવસ્થાન બોર્ડે શ્રીનગરથી પંજતરણી સુધીની સીધી હેલીકોપ્ટર સેવાનું બુકિંગ શરુ કર્યું છે.

બોર્ડે યાત્રાળુઓ માટે શ્રીનગરથી પંજતરણી માટે હેલીકોપ્ટર સેવાના ટિકિટ બુકિંગની વ્યવસ્થા જાહેર કરી છે. આ અગાઉ શ્રીનગરથી નીલગ્રાથ, પહલગામ સુધી હેલીકોપ્ટર બુકિંગ થતું હતું અને ત્યાંથી પંજતરણી માટે અલગ ટિકિટ કરાવવી પડતી હતી, હવે શ્રીનગરથી પંજતરણી અને પંજતરણીથી શ્રીનગરની સીધી ટિકિટ બુક કરી શકાય છે. શ્રીનગરથી પંજતરણી જવાનું ભાડું 14 હજાર 500 રૂપિયા છે. આ વખતે પંજતરણીથી યાત્રા શરૂ થઈ છે. મતલબ કે તમામ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા પંજતરનીથી પવિત્ર ગુફા સુધી જશે.

દર્શન કર્યા બાદ ભક્તો આ માર્ગે પરત ફરશે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર કોઈ પણ ભક્ત બાલતાલ રોડ પરથી દર્શન માટે નહીં જાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 4,000 થી વધુ યાત્રાળુઓનો બીજો સમૂહ રવાના થયો છે. ખરાબ હવામાનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી યાત્રા રોકી દેવામાં આવી હતી. રવિવારે ખીણમાં શિબિરોમાં કોઈ જૂથને જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સોમવારે, ઈછઙઋની ભારે સુરક્ષા વચ્ચે, 12મી બેચના 4,026 શ્રદ્ધાળુઓ 110 વાહનોના કાફલામાં ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થયા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!