Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

અંબાણી સામે સીધી હરિફાઈમાં ઉતરશે અદાણી: ગૌતમ અદાણી હવે ટેલિકોમમાં ઝંપલાવશે ?

અંબાણી સામે સીધી હરિફાઈમાં ઉતરશે અદાણી: ગૌતમ અદાણી હવે ટેલિકોમમાં ઝંપલાવશે ?

સ્પેકટ્રમ ઓકશનમાં ‘રસ’ દાખવ્યો: જીઓ, એરટેલ, વોડાફોન સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે

ભારત સહિત એશિયાનાં સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી જૂથ હવે ટેલિકોમ ક્ષેત્રમાં ઝંપલાવવાની તૈયારીમાં છે અને રિલાયન્સ જીઓ સહિતની ટેલિકોમ કંપનીઓને સીધી ટક્કર આપે તેવા સંકેત છે. કેન્દ્ર સરકારે ટેલિકોમ સ્પેક્ટ્રકમની ઓકશનની તૈયારી કરી છે અને તેમાં અદાણી જૂથે પણ રસ લીધો હોવાના સંકેત સાંપડ્યા છે.

ટેલિકોમ ક્ષેત્રમાં હાલ રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાનો દબદબો છે તેમાં હવે અદાણી જૂથ પણ એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યું છે. ટેલિકોમ વિભાગ દ્વારા આવતા દિવસોમાં 5-જી માટેના સ્પેક્ટ્રકમનું ઓકશન થવાનું છે. અત્યંત માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે અદાણી જૂથ ટેલિકોમ ક્ષેત્રમાં દાખલ થવા આતુર છે. અદાણી જૂથે આ મામલે કોઇ સતાવાર ટિપ્પણી કરી નથી. અદાણી જૂથ ટેલિકોમ ક્ષેત્રમાં આવશે કે કેમ તે વિશે નિષ્ણાંતોમાં અલગ અલગ રાય છે. કેટલાક એવો સંકેત આપે છે કે અદાણી જૂથ ડેટા સેન્ટરમાં મોટુ રોકાણ કરી રહી છે અને તે માટે આંતરરાષ્ટ્રીય કંપની સાથે સંયુક્ત સાહસ પણ રચ્યુ છે.

ડેટા બિઝનેસ મારફત તેઓ ટેલિકોમ કંપનીઓ સાથે સ્પર્ધામાં ઉતરી શકે છે. મર્યાદિત સંખ્યામાં સ્પેકટ્રમ ખરીદી શકે છે. જ્યારે અન્ય નિષ્ણાંતો એવું માને છે કે 5-જી ક્ષેત્રમાં પ્રવેશવાની અદાણી ગ્રુપની યોજના હોઇ શકે છે. સ્પેક્ટ્રકમનું ઓકશન આગામી તા. 27 જુલાઈથી શરુ થવાની શક્યતા છે. 12મી જુલાઈ સુધીમાં કંપનીઓએ વિવિધ વિગતો આપવાની છે અને ત્યારબાદ પ્રિ ક્વોલીફીકેશન પ્રક્રિયા હાથ ધરાશે. 19મી સુધીમાં અરજી પાછી ખેંચવાની તારીખ નિયત થઇ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!