Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

અનિલ સ્ટાર્ચ કૌભાંડમાં CBI એક્શનમાં: મુંબઈથી લઈ અમદાવાદ સુધી કુલ 10 સ્થળોએ દરોડા

અનિલ સ્ટાર્ચ કૌભાંડમાં CBI એક્શનમાં: મુંબઈથી લઈ અમદાવાદ સુધી કુલ 10 સ્થળોએ દરોડા

અમદાવાદ સ્થિત કૌભાંડી કંપની અનિલ સ્ટાર્ચે કરેલ છેતરપિંડી મામલે કેન્દ્રીય તપાસ એજન્સી એક્શનમાં આવી છે. સીબીઆઈએ આ મામલે દેશભરમાં 10થી વધુ ઠેકાણા પર દરોડા પાડ્યાં છે.

મહારાષ્ટ્રના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા આપવામાં આવેલા કરોડો રૂપિયાના બેંક લોન કૌભાંડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સીબીઆઈ આ કેસમાં બે અલગ-અલગ એફઆઈઆર નોંધીને 10 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી FIR મુજબ લગભગ 1438.45 કરોડ અને 710.85 કરોડ રૂપિયાની લોન લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ કેસમાં દરોડા દરમિયાન CBIએ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવાઓ જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં અનેક ખાનગી લોકો, અનેક અજાણ્યા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહિત કંપનીઓ સામે પણ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

સીબીઆઈ દ્વારા નોંધાયેલી પ્રથમ FIRમાં જે લોકો અને કંપનીને આરોપી બનાવ્યા છે તેમના નામ નીચે મુજબ છે-

• Mrs.Suman Vijay Gupta, Director(Guarantor), Mumbai (Maharashtra)

• Prateek Vijay Gupta, Director(Guarantor), Mumbai (Maharashtra)

• M/s Ushdev International Ltd, Mumbai

• Unknown public servants & unknown others

સીબીઆઈએ નોંધેલી બીજી એફઆઈઆરમાં જે મોટા લોકો અને કંપનીઓને તે એફઆઈઆર હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે તે નીચે મુજબ છે –

• M/s Anil Ltd., Ahmedabad,

• Amol Shripal Sheth, Director,

• Kamalbhai R Sheth, Director,

• Anish Kasturbhai Shah, Director,

• Ms. Indira J Parikh Dipal Palkhiwala, Director,

• Anurag Kothawala, Director,

• Shashin A Desai, Director

• Unknown private persons and public servants.

સીબીઆઈ એ પણ તપાસ કરી રહી છે કે આ બેંક લોન કૌભાંડની ઘટનામાં સરકારી અધિકારીઓ કે બેંક કર્મચારીઓ પણ સામેલ છે કે કેમ. જો કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તેની તપાસ આગળ વધારી રહ્યું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!