Dark Mode
Monday, 23 December 2024
Logo banner

20 લાખથી વધુના રોકડ વ્યવહારો નહીં થઇ શકે: અન્યથા પેનલ્ટી

20 લાખથી વધુના રોકડ વ્યવહારો નહીં થઇ શકે: અન્યથા પેનલ્ટી

બેન્કમાં વાર્ષિક 20 લાખથી વધુની રોકડ જમા-ઉપાડ પર ઇન્કમટેક્સની વોચ: કાનૂની કાર્યવાહી કરવાની સાથોસાથ આવકના સ્ત્રોત પણ ટ્રેસ કરશે

ડીજીટલ નાણાકીય વ્યવહારના યુગમાં પણ હજુ મોટી સંખ્યામાં લોકો રોકડને જ રાજા ગણે છે અને મોટી માત્રામાં રોકડ વ્યવહારો કરે છે પરંતુ હવે તેમાં લગામ મુકવામાં નહીં આવે તો સંબંધિત વ્યક્તિને આકરી પેનલ્ટીનો સામનો કરવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ દ્વારા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.

જે અંતર્ગત કોઇ વ્યક્તિ નાણાકીય વર્ષ દરમિયાન 20 લાખથી વધુની રોકડ રકમ જમા કરાવે તો પાન અને આધાર જેવા નિયમોનું પાલન કરવું પડશે. આ પ્રકારની માહિતી આપ્યા વિના જ બેંકોમાં નાણા જમા કરાવાના સંજોગોમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી બેંકમાં રોકડ જમા કરાવામાં દૈનિક 50,000ની મર્યાદા હતી તેનાથી વધુ નાણા જમા કરાવા માટે પાનની વિગતો આપવાનું ફરજીયાત હતું પરંતુ કોઇ વાર્ષિક મર્યાદા લાગુ પાડવામાં આવી ન હતી. હવે 20 લાખની વાર્ષિકલીમીટ નક્કી કરવામાં આવી છે અને તેનાથી વધુ નાણા જમા કરાવાની સાથોસાથ પાન કે આધારકાર્ડની માહિતી આપવામાં ન આવે

તો પેનલ્ટી સહિતની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 20 લાખથી અધિક નાણા જમા કરાવા કે બેન્કમાંથી ઉપાડવાની લીમીટ નક્કી થઇ છે. આવકનો સ્ત્રોત ટ્રેસ થઇ શકે અને કરચોરી અટકાવી શકાય તેવા ઉદ્દેશ સાથે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. ઇન્કમટેક્સનાં નિયમોમાં એવો પણ ઉલ્લેખ છે કે એક જ ઝાટકે 2 લાખથી વધુ નાણા જમા ન થઇ શકે. બે લાખથી વધુ નાણા જમા કરાવા ચેક, ક્રેડીટ કાર્ડ અથવા બેંક ટ્રાન્સફર જેવા વિકલ્પ અપનાવવા પડે. આ જ રીતે એક દિવસે ગિફટમાં પણ બે લાખથી વધુની રોકડ આપી શકાતી નથી. પ્રોપર્ટી ટ્રાન્જેકશનમાં પણ 20 હજારના રોકડ વ્યવહારની લીમીટ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!