Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

સંરક્ષણ મામલે ભારતે શસ્ત્ર નિકાસમાં નવો રેકોર્ડ તોડયો:એક વર્ષમાં રૂા.13000 કરોડના શસ્ત્રો વેચ્યા

સંરક્ષણ મામલે ભારતે શસ્ત્ર નિકાસમાં નવો રેકોર્ડ તોડયો:એક વર્ષમાં રૂા.13000 કરોડના શસ્ત્રો વેચ્યા

એક વર્ષમાં રૂા.13000 કરોડના શસ્ત્રો વેચ્યા: ભારતે અમેરિકા, ફિલીપીન્સ, દક્ષિણ પુર્વ એશિયા, મધ્યપુર્વ અને આફ્રિકામાં શસ્ત્રોની નિકાસ કરી

કોઈ સમયે ભારત સંરક્ષણની બાબતમાં વિદેશ પર આધારીત હતો. આજે ભારત રક્ષા ક્ષેત્રમાં માત્ર આત્મનિર્ભર જ નહીં, બલકે નિકાસકાર દેશ બન્યો છે. સંરક્ષણ નિકાસમાં આ વર્ષે ભારતે 13 હજાર કરોડના શસ્ત્રો વેચીને નવો રેકોર્ડ તોડયો છે.સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની ભારતની કોશિશોને સતત પાંખો ફુટી રહી છે. જો કે ચોંકાવનારી વાત એ છે

કે શસ્ત્રોની કુલ નિકાસમાં 70 ટકા ભાગ પ્રાઈવેટ સેકટરનો છે, જયારે પબ્લીક સેકટરની કંપનીઓ તરફથી માત્ર 30 ટકા જ નિકાસ થઈ હતી. રક્ષા વિભાગના વધારાના સચીવ સંજય જાજૂના જણાવ્યા અનુસાર દેશની સંરક્ષણ નિકાસ મુખ્યત્વે અમેરિકા, ફિલીપીંસ, દક્ષિણ પુર્વ એશિયા, મધ્ય પુર્વ અને આફ્રિકાના દેશોમાં થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2020-21માં ભારતની સંરક્ષણ નિકાસ 2434 કરોડ રૂપિયાની હતી,

જયારે વર્ષ 2019-20માં આ આંકડો 9115 કરોડે રૂપિયાનો હતો. ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2015-16માં માત્ર 2059 કરોડ રૂપિયા હતી. છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે નિકાસમાં સુસ્તી રહી હતી પણ આ વખતે સારી પ્રગતિ કરી છે. પાંચ વર્ષ પહેલાની તુલનામાં ભારતે વર્ષ 2021-22માં સંરક્ષણ નિકાસમાં આઠગણી પ્રગતિ કરી છે. સંજય જાજુએ જણાવ્યું હતું કે આ મામલે ખાનગી કંપનીઓએ બહેતરીન પ્રદર્શન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતે ફિલીપીન્સ સાથે 2770 કરોડ રૂપિયાની શસ્ત્ર ડીલ કરી હતી. જે અંતર્ગત ફિલીપીન્સને બ્રહમોસ સુપર સોનિક મિસાઈલ પુરી પાડવાની સમજૂતી થઈ હતી. બીજી બાજુ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ નિકાસને પ્રોત્સાહન આપવા માટે સોમવારે એક કાર્યક્રમમાં ખાનગી ક્ષેત્રની કંપનીને અને એક જાહેર ક્ષેત્રની કંપનીને એવોર્ડ આપશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!