હવે ભારતમાં જ ગાડીઓનું થશે ક્રેશ ટેસ્ટીંગ, સ્ટાર રેટીંગ અપાશે: ગડકરી
સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં માર્ગ દુર્ઘટનામાં થતા મોતને 50 ટકા ઘટાડવાનું: કેન્દ્રીય મંત્રી
નવી દિલ્હી: હવે ભારતમાં જ થઈ જશે ગાડીઓનું ક્રેશ ટેસ્ટીંગ, ગાડીઓને ક્રેશ ટેસ્ટમાં તેના પ્રદર્શનના આધારે સ્ટાર રેટ આપવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ રેટીંગ નવો પ્રોગ્રામ ‘ભારત એનસીએપી’ અંતર્ગત મળશે. મુસદ્દાને મંજુરી આપવામાં આવી છે. ક્રેશ ટેસ્ટમાં એકથી પાંચ સ્ટાર સુધી રેટીંગ આપવામાં આવશે.
ગડકરીએ હાલમાં જ જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં માર્ગ દુર્ઘટનામાં થતા મૃત્યુને 50 ટકા ઘટાડવાનું છે. ત્યારબાદ ભારતીય ઓટો નિર્માતાઓને હવે ક્રેશ ટેસ્ટ માટે પોતાની કારોને ગ્લોબલ એનસીએપીમાં મોકલવાની જરૂરત નથી.
ગડકરીએ ટવીટર પર જણાવ્યું હતું કે ભારત એનસીએપી એક ગ્રાહક કેન્દ્રીત મંચના રૂપમાં કાપ કરશે. ગ્રાહક સુરક્ષિત વાહનોના નિર્માણ માટે ભારતમાં ઓઈએમ દરમિયાન એક સ્વસ્થ કોમ્પીટીશનને પ્રોત્સાહન આપતા પોતાની સ્ટાર રેટીંગના આધાર પર સુરક્ષિત કારોનો વિકલ્પ પસંદ કરી શકશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
