Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

દેશની 195 શહેરી સહકારી બેન્કોનો શતાબ્દી મહોત્સવ સહકારથી સમૃદ્ધિ સાકાર થશે: અમિત શાહ

દેશની 195 શહેરી સહકારી બેન્કોનો શતાબ્દી મહોત્સવ સહકારથી સમૃદ્ધિ સાકાર થશે: અમિત શાહ

દેશની 195 શહેરી સહકારી બેન્કોનો શતાબ્દી મહોત્સવ મનાવાયો

નવી દિલ્હી: દેશમાં સહકારની સમૃદ્ધિ ભણી લઈ જવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્રને આપણે સૌએ વાસ્તવિક બનાવવાનો છે અને તે માટે કેન્દ્રનું સહકાર મંત્રાલય સંપૂર્ણ સહાયક આપશે. કેન્દ્રના સહકારમંત્રી શ્રી અમીત શાહ શાહે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓર્ડીનેટીવ બેંકસ એન્ડ ક્રેડીટ સોસાયટી (નાફકબ) દ્વારા ન્યુદિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે નેશનલ કોન્કલેવ સંબોધન કરતા કહ્યું હતું. સમગ્ર સમાજના આર્થિક સમૃધ્ધિના માર્ગદર્શન માટે કાર્ય કરીએ અને આ માટે સહકાર મંત્રાલય સંપૂર્ણ સહયોગ આપશે. સહકારથી સમૃધ્ધિ અર્બન કો-ઓપરેટીવ બેંકો સાકાર કરશે.

નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડિટ સોસાયટીના સમારોહને સંબોધન કરતા કેન્દ્રીય સહકારીતા મંત્રી

દેશભરની નાનામાં નાનીથી લઈ સૌથી મોટી બેંકો એક સંગઠન બની, એક છત્ર હેઠળ કાર્યો કરે. આવનારા 100 વર્ષો સુધી સહકારી ક્ષેત્રનો અકલ્પનીય વિકાસ કરવા, અદ્યતન ટેકનોલોજીનો મહતમ લાભ મેળવી વિશાળ જન સમુહને જોડવા આ જરૂરી છે. નાફકબના અધ્યક્ષ અને સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે એનસીએફડીસીના માધ્યમથી અર્બન કો-ઓપરેટીવ બેંકનું એકત્રીકરણ, અંબ્રેલાની છત્ર હેઠળનું આવરણથી, આપણા ખાતેદારોને સેવાઓ મળશે. અને તે થકી અર્બન કો-ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્રની સમૃધ્ધિ પારદર્શકતા અને સ્થિરતા નિયત થશે.

શહેરી સહકારી બેન્કો એક છત્ર હેઠળ આવીને સંગઠનથી શક્તિનો લાભ મેળવી શકશે: ફેડરેશનના અધ્યક્ષ જયોતીન્દ્રભાઈ મહેતાનું પ્રેરક સંબોધન

આપણે અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન હેઠળ એક છત્ર હેઠળ આવીશું તો જ દરેક અર્બન કો-ઓપરેટીવ બેંકો સંપૂર્ણ સહંકારી ક્ષેત્રની સંગઠન શકિતનો લાભ મેળવી શકશે અને થકી દરેક વધુને વધુ મજબુત બનીશું. આ રાષ્ટ્રીય કોન્કલેવમાં બી.એલ. વર્મા (કેન્દ્રીય રાજયકક્ષાના સહકારિતા મંત્રી), દિલીપભાઈ સંઘાણી (અધ્યક્ષ એનસીયુઆઈ) ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માંથી શૈલેષભાઈ ઠાકર (ચેરમેન) ડિરેકટર ટપુભાઈ લીંબાસીયા, દિપકભાઈ મકવાણા, હંસરાજભાઈ ગજેરા, બાવનજીભાઈ મેતલીયા, ચંદ્રેશભાઈ ધોળકીયા, માધવભાઈ દવે, કાર્તીકેયભાઈ પારેખ, દિનેશભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!