Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

CM ભગવંત માન આજે બીજી વખત વરરાજા બનશે: 16 વર્ષ નાની ડૉ.ગુરપ્રીત સાથે ચંદીગઢમાં ફેરા ફરશે, લગ્નમાં માત્ર પરિવારજનો જ સામેલ થશે

CM ભગવંત માન આજે બીજી વખત વરરાજા બનશે: 16 વર્ષ નાની ડૉ.ગુરપ્રીત સાથે ચંદીગઢમાં ફેરા ફરશે, લગ્નમાં માત્ર પરિવારજનો જ સામેલ થશે

પંજાબના CM ભગવંત માનનાં (48) આજે ગુરુવારે બીજા લગ્ન છે. તે હરિયાણાના પિહોવાના રહેવાસી ડૉ. ગુરપ્રીત કૌર (32) સાથે ચંદીગઢના સીએમ હાઉસમાં સાંજે ફેરા ફરશે. માન અને ગુરપ્રીતના પરિવાર સિવાય અરવિંદ કેજરીવાલનો પરિવાર પણ લગ્નમાં હાજરી આપશે.

ભગવંત માનની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌરથી 2015માં છૂટાછેડા લીધા હતા. માનને તેના પહેલા લગ્નથી બે બાળકો છે, દિલશાન (17) અને સીરત (21). જે માતા સાથે અમેરિકામાં રહે છે.

2019થી માન પરિવાર સાથે પરિચિત છે
ડો. ગુરપ્રીત કૌર મૂળ હરિયાણાના પિહોવાના તિલક કોલોનીની રહેવાસી છે. તેણે અંબાલાની મુલાના મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. તે હવે રાજપુરામાં જ રહે છે. પરિવારના જણાવ્યા અનુસાર ભગવંતની બહેનની ગુરપ્રીત સાથે સારી મિત્રતા છે. આ કારણે માનનો પરિવાર ગુરપ્રીતને સારી રીતે ઓળખતો હતો. ભગવંત અને ગુરપ્રીત 2019માં પહેલીવાર મળ્યા હતા. માન તે સમયે સંગરુરથી સાંસદ હતા. માનના સીએમ પદનાં શપથ સમારોહમાં પણ તે જોવા મળી હતી.

રાજનીતિના કારણે પ્રથમ પત્નીથી છૂટાછેડા
CM માનની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌર સાથેના સંબંધો રાજકારણના કારણે બગડી ગયા હતા. 2014માં તેમણે સંગરુર લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેમની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌરે પણ પ્રચાર કર્યો હતો. જો કે, બીજા જ વર્ષે સંબંધો બગડવા લાગ્યા. સીએમ માને કહ્યું કે તેઓ પરિવારને સમય આપી શકતા નથી. તેમણે પરિવાર અને પંજાબમાંથી પંજાબને પસંદ કર્યું હતુ. જે બાદ 2015માં બંનેએ છૂટાછેડા લીધા હતા. પત્ની પુત્ર અને પુત્રી સાથે અમેરિકા જતી રહી હતી.

પરિવારમાં 3 બહેનો, ગુરપ્રીત સૌથી નાની છે
સીએમ માનની પત્ની બની રહેલી ડૉ. ગુરપ્રીત કૌર તેની ત્રણ બહેનોમાં સૌથી નાની છે. તેની મોટી બહેન નીરુના લગ્ન અમેરિકામાં જ્યારે બીજી બહેન જગ્ગુ તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. ગુરપ્રીત કૌરના પિતા ઈન્દ્રજીત સિંહ કેનેડાની નાગરિકતા ધરાવે છે જ્યારે તેની માતા રાજ હરજિન્દર કૌર ગૃહિણી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!