Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

19 કિલોના કોમર્શિયલ LPG સિલીન્ડરના ભાવમાં રૂા.198નો ઘટાડો: આજથી જ ઘટાડેલા ભાવ અમલી

19 કિલોના કોમર્શિયલ LPG સિલીન્ડરના ભાવમાં રૂા.198નો ઘટાડો: આજથી જ ઘટાડેલા ભાવ અમલી

વ્યાપારી ઉપયોગકર્તાઓને મોટી રાહત: જો કે 14.2 કિલોના ઘરેલું એલપીજી ભાવ યથાવત

દેશના વ્યાપારી એલપીજી- વપરાશકારોને એક રાહતમાં 19 કિલોના ગેસ સીલીન્ડરની કિંમતમાં રૂા.198નો ઘટાડો કરવામાં આવ્યો છે જયારે અન્ય તમામ સીલીન્ડરના એલપીજીના ભાવ યથાવત રહ્યા છે.

છેલ્લા એક માસમાં 19 કિલોના ગેસ સિલીન્ડરના ભાવમાં આ બીજી વખત ઘટાડો થયો છે અને હવે દિલ્હીમાં નવો ભાવ રૂા.2021 પ્રતિ સીલીન્ડર રહેશે. જયારે ઘરમાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોના એલપીજી સિલીન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરાયો નથી.

દેશભરમાં 19.2 કિલોના ગેસ સીલીન્ડરના ભાવ આ રીતે રૂા.192થીરૂા.200 સુધી ઘટશે. મુંબઈમાં રૂા.190.50 પૈસાનો ઘટાડો થયો છે. કોલકતામાં રૂા.182નો ઘટાડો થશે. ઘરેલું ગેસ સીલીન્ડરના (14.2 કિલો) ભાવ હાલ રૂા.1003 થી રૂા.1029 છે તે યથાવત રહ્યા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!