કોરોના કેસોંમાં ઉછાળો યથાવત: સાપ્તાહિક કેસોમાં 62 ટકા વૃદ્ધિ
આજે 12781 કેસ નોંધાયા: પોઝીટીવીટી રેટ 4.32 ટકા
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની ચોથી લહેરની આશંકા વચ્ચે નવા કેસોમાં કોઈ રાહત નથી અને આજે પણ દૈનિક કેસો 12000થી વધુ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 12781 કેસ નોંધાયા હતા. એકટીવ કેસ 76000ને પાર થયા હતા. નવા દર્દીઓમાં લક્ષણો હળવા જ રહેતા હોવા છતાં છેલ્લા દિવસોમાં વધેલુ સંક્રમણ ચિંતાજનક છે.
આ સિવાય પોઝીટીવીટી રેટ પણ 4.32 ટકા હોવાથી ચિંતાજનક છે. એકટીવ કેસ 76700 થયા છે. ચોવીસ કલાક દરમ્યાન 8537 લોકો સાજા થયા હતા. એક દિવસમાં વધુ 18 લોકોનો ભોગ લેવાયો હતો.નિષ્ણાંતોના કહેવા પ્રમાણે અઠવાડીક સંક્રમણમાં 62 ટકાની વૃદ્ધિ થઈ છે. ગત સપ્તાહમાં 80000 નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા ચાર મહિનાના સૌથી વધુ અઠવાડીક કેસ છે. આ દરમ્યાન 93 લોકોના મોત નિપજયા હતા. અગાઉના બે અઠવાડીયામાં અનુક્રમે 45 તથા 41 લોકોના મોત થયા હતા. વધતો મૃત્યુઆંક પણ ચિંતાજનક છે જેમાં મોટાભાગે લોકોની બેદરકારી જવાબદાર છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
