કોરોના વોરિયર્સના પરિવારને 25 લાખની સહાય ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો સરકારને આદેશ
સસ્તા અનાજના દુકાનદારને સહાય ચૂકવવામાં વિલંબ થયા બાદ ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો
કોરોના કાળમાં લોકડાઉન સહિતના નિયંત્રણો વખતે કોરોના વોરિયર તરીકે ફરજ બજાવનારા કર્મચારીઓ અવસાન પામ્યા હોય તો તેમના પરિવારોને 25 લાખનું વળતર બે મહિનામાં જ ચૂકવી દેવાનો મહત્વનો આદેશ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો છે.
કોરોના કાળની શરુઆતમાં જ એપ્રિલ-2020માં રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે કોવિડની કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગે અને અવસાન થાય તો તે સંજોગોમાં તેમના પરિવારોને 25 લાખની સહાય આપવામાં આવશે. કોરોના વોયિરર્સ, ફ્રન્ટલાઇન વર્કરમાં આવતા પોલીસ જવાનો, આરોગ્ય અને સફાઇ કર્મચારીઓ, પુરવઠા અને મહેસુલી વિભાગનાં કર્મચારીઓ તથા સસ્તા અનાજના દુકાનદારોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લાનાં થન્નોર ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા ઉસ્માનમિયા મલેકનું કોરોનાને કારણે 7 ઓગસ્ટ 2020ના રોજ અવસાન થયું હતું. સસ્તા અનાજના દુકાનદારોને પણ કોરોના વોરિયર્સ તરીકે ગણવામાં આવ્યા હતા. તે સંજોગોમાં તેઓ 25 લાખની સહાય મેળવવાને પાત્ર હતા. તેમના પરિવારને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવતી ન હતી.
જેને પગલે ઓગસ્ટ-2021માં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેને પગલે હાઇકોર્ટે બે મહિનામાં જ 25 લાખની સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો. રાજ્ય સરકારે 22મી જૂને જ સહાય ચૂકવવાનો ઓર્ડર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
