Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

7થી11 વર્ષના બાળકો માટે સીરમની કોવોવેકસ વેકસીનને મંજૂરી

7થી11 વર્ષના બાળકો માટે સીરમની કોવોવેકસ વેકસીનને મંજૂરી

માત્ર ઈમર્જન્સી ઉપયોગમાં રસીને મંજુરી
ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ મંગળવારે સીરમ ઈન્સ્ટીટયુટની કોરોના વેકસીન કોવોવેકસીને કેટલીક શરતો સાથે 7થી11 વર્ષના બાળકોને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજુરી આપી છે. આ પહેલા ગત સપ્તાહે સબ્જેકટ એકસપર્ટ કમીટીએ 7થી11 વર્ષની વયના વર્ગ માટે કોવોવેકસને ઈમર્જન્સી ઉપયોગ કરવા માટે ભલામણ કરી હતી.

સીરમ ઈન્સ્ટીટયુટે 16 માર્ચે આવેદન કરેલું. ગત મહિને એકસપર્ટ કમીટીએ કંપની પાસેથી કેટલાક ડેટા માંગ્યા હતા. શરૂઆતમાં સીરમે બે થી 7 વર્ષના બાળકો માટે પણ કોવોવેકસ વેકસીનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજુરી માંગી હતી, પણ વિશેષજ્ઞ સમીતીએ 7થી11 વર્ષના બાળકોને આ વેકસીન આપવાની મંજુરી આપી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!