સઉદી અરબને પછાડી રશિયા બીજો સૌથી મોટો સપ્લાયર દેશ બન્યો: ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં 50 ગણો વધારો
યુક્રેન સાથે યુદ્ધને કારણે રશિયા ભારતને મોટી છૂટ આપીને કરી રહ્યું છે તેલનું વેચાણ
નવીદિલ્હી: એપ્રિલ બાદ ભારતની રશિયાથી તેલની આયાતમાં 50 ગણો વધારો થઈ ગયો છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે હવે ભારતના કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાની ભાગીદારી વધીને 10%એ પહોંચી ગઈ છે. યુક્રેન યુદ્ધ પહેલાં કાચા તેલની આયાતમાં રશિયાની ભાગીદારી માત્ર 0.2% જ હતી.
અધિકારીએ જણાવ્યું કે રશિયા ભારતના ટોપ-10 તેલ સપ્લાયર દેશોમાં સામેલ થઈ ગયું છે. રશિટન તેલ ખરીદવામાં અંદાજે 40% ભાગીદારી પ્રાઈવેટ કંપનીઓ-રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રોસનેફ્ટની નાયરા એનર્જીની રહી છે. પાછલા મહિને રશિયાએ ભારતને તેલ નિકાસ મામલે સઉદી અરબને પાછળ છોડી દીધું હતું અને બીજો સૌથી મોટો સપ્લાયર દેશ બની ગયો હતો.
ઈરાક ભારતને સૌથી વધુ ક્રૂડ ઓઈલની આયાત કરે છે. યુક્રેન સાથે યુદ્ધને કારણે રશિયા મોટી છૂટ પર ભારતને તેલનું વેચાણ કરી રહ્યું છે. મેમાં ભારતીય કંપનીઓએ રશિયા પાસેથી 2.5 કરોડ બેરલ તેલની ખરીદારી કરી હતી.
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતક અને ઉપભોગ કરનારો દેશ છે અને પોતાની જરૂરિયાતનું અંદાજે 85% તેલ તે આયાત કરે છે. યુક્રેન પર હુમલાની જાહેરાત બાદથી જ ભારત તેલ ખરીદારીને લઈને સતત રશિયાનો બચાવ કરી રહ્યું છે.
પાછલા મહિને પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે કુલ જરૂરિયાતના મુકાબલે રશિયાથી ઉર્જા ઉત્પાદનોની ખરીદારી ઘણી ઓછી છે. ભારત એવા સમયે રશિયા પાસેથી સસ્તા દરે તેલ ખરીદી રહ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
