Dark Mode
Monday, 23 December 2024
Logo banner

ચાર દિવસ ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ જિલ્લા વહિવટી એક્શનમાં

ચાર દિવસ ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ જિલ્લા વહિવટી એક્શનમાં

ઘંટેશ્વરપાર્ક ખાતે એસઆરપી કેમ્પસમાં કાયમી એનડીઆરએફની ટીમ તૈનાત : જિલ્લા માટે રિઝર્વ રખાઇ : રજાના દિવસોમાં પણ કલેકટર કચેરીનો ડિઝાસ્ટર રૂમ (ફ્લડ ક્ધટ્રોલ)ના તમામ કર્મચારીઓ સવારથી જ હાજર : મામલતદાર ગોઠી સતત સંપર્કમાં

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી આગામી ચાર દિવસ ભારે હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવતા તેમજ ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ બની ગયું છે. રાજકોટમાં હાલ ઘંટેશ્વર ખાતે એસઆરપી કેમ્પસમાં એક એનડીઆરએફની ટીમ તૈનાત છે. શહેરી વિસ્તારમાં એસડીઆરએફની ટીમ કાયમી માટે રાખવામાં આવે છે. દરમિયાન ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ શહેર-જિલ્લામાં તમામ કચેરીના અધિકારીઓ અને કલેકટર સહિતની કચેરીના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

દરમિયાન ચોથા શનિવાર તેમજ રવિવારની જાહેર રજાને ધ્યાનમાં રાખી તમામ કર્મચારીઓને હેડકવાટર્સ ન છોડવા સૂચના આપવામાં આવી છે. રજાના દિવસોમાં પણ રાજકોટ કલેકટર કચેરીનો ડિઝાસ્ટર રૂમ (ફ્લડ ક્ધટ્રોલ) રાઉન્ડ ધ કલોક ધમધમતો જોવા મળ્યો હતો. બીજી તરફ આજે ડિઝાસ્ટર વિભાગમાં પણ દરરોજ ફરજ ઉપર આવતા મહેસુલી કર્મચારીઓ સવારથી જ હાજર હતા. જિલ્લાના અમુક તાલુકામાં કયાંક ચેકડેમ ઓવરફલો કે પાળા તૂટી ગયાની ફરિયાદ આવે તો તુરંત ઉચ્ચ અધિકારીને જાણ કરી દેવી તેવી સૂચના અપાઇ છે. કોટડાસાંગાણી સહિતના પંથકમાં આજે સારો વરસાદ નોંધાયો હતો.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!