Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ઘેલા સોમનાથ તીર્થધામના વિકાસ માટે 10 કરોડની યોજના જાહેર કરતા મુખ્યમંત્રી

ઘેલા સોમનાથ તીર્થધામના વિકાસ માટે 10 કરોડની યોજના જાહેર કરતા મુખ્યમંત્રી

કાર્યક્રમ બાદ ઘેલા સોમનાથ મહાદેવને શીશ નમાવી પૂજા કરતા ભૂપેન્દ્રભાઇ
જસદણ-વીંછીયા પંથકમાં 19 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા ભૂપેન્દ્રભાઇ પટેલ: શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાના પાયા સરકારે મજબૂત બનાવ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વંદે ગુજરાત વિકાસ યાત્રા એ વિકાસના 20 વર્ષનો આયનો છે, જે આપણે પાછળ ફરીને જોઈએ ત્યારે થયેલા વિકાસની પ્રતીતિનો અહેસાસ દરેક ગુજરાતીઓને થઈ રહ્યો હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ભુમીપુજન સાથે તેઓએ ગુજરાતની વિકાસ યાત્રાના મૂળમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના પાયામાં જરૂરી શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મુખ્ય પાયાને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું

જેના પર ગુજરાતની વિકાસ યાત્રા છેવાડાના માનવી સુધી પહોંચાડવા સંભવ બની હોવાનું જણાવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસ કામોની ફલશ્રુતિરૂપે થયેલાં સર્વાંગી વિકાસની સાક્ષી જનતા બની હોવાનો ઉલ્લેખ કરી છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસ કામોની આંકડાકીય માહિતી આપી હતી.

વર્ષ 2002માં ધાન્ય પાકોનું ઉત્પાદન 23 લાખ મેટ્રિક ટન હતું જે 2022માં 83 લાખ મેટ્રિક ટન જેટલું થયું છે. પહેલાં શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો હતો જે આજે ઘટીને 3 ટકા જેટલો રહ્યો છે. રાજ્યમાં વર્ષ 2002માં પોલીટેક્નિક કોલેજોની સંખ્યા માત્ર 31 હતી જે વધીને આજે 144 જેટલી થઈ છે. આ ઉપરાંત તેમણે સ્ટેજ પરથી આ પંથકમાં જરૂરી વિકાસ કામોમાં ઘેલા સોમનાથ તીર્થધામના વિકાસને વેગ આપવા રૂ.10 કરોડના થયેલ આયોજનનું અનુમોદન કર્યું હતું. વીંછીયા તાલુકાની વિકાસની ગતિને વેગ આપતાં મુખ્યમંત્રીના હસ્તે અંદાજીત રૂ.19 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વીંછીયાના સોમપીપળીયા(ગોડલાધાર) ખાતે રૂ. 4 કરોડ 39 લાખના ખર્ચે તૈયાર થનાર નાની સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત, જસદણ-ભડલી-ગઢડા મુખ્ય માર્ગ પર, ભડલી ગામ પાસે અંદાજે રૂ. 5 કરોડ 39 લાખના ખર્ચે મેજર બ્રિજ, ગોડલાધારમાં અંદાજે રૂ. 314.03 લાખના ખર્ચે નવી બે માળની આધુનિક માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત અને આટકોટમાં અંદાજે રૂ. 211 લાખના ખર્ચે અદ્યતન બસ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે વીરપુરમાં રૂ. 296.31 લાખના ખર્ચે અને કોટડા સાંગણીમાં રૂ.102.11 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જસદણ-વીંછીયા-વીરપુર અને કોટડામાં એસ.ટી.બસની સુવિધા સુદ્રઢ બને તે માટે બે બસ સ્ટેશનોનું લોકાર્પણ અને એક બસ સ્ટેશનના ખાતમૂહુર્ત સાથે વિકાસની પરિભાષા જણાવતા મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, આ સરકારના અથાગ પ્રયત્નોથી ગામડાઓમાં સુવિધાનો વધારો થયો છે, જેને પરિણામે શહેરીકરણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને સમૃદ્ધ બનાવવા નલ સે જલ પીવાના પાણીની યોજના, આરોગ્ય, પરિવહન, શિક્ષણ સુધારા અર્થે નાણાકીય જોગવાઈઓમાં પણ સતત વધારો કરવામાં આવ્યો છે..

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાળવિયાએ જણાવ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારે ગુજરાતના વિકાસમાં હરણફાળ ભરી છે, જેમાં જસદણ - વિંછીયા પંથકમાં સર્વાંગી વિકાસ થવા પામ્યો છે. મુખ્યમંત્રીને સ્મૃતિ ચિહ્નન અર્પણ કરીને મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ પંથકમાં થયેલાં વિકાસની વાતોને વણી હતી. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સ્વાગત પ્રવચન અને આભાર વિધિ ચીફ એન્જીનિયર એલ.જી. કલ્યાણી દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમ બાદ મુખ્યંમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક શીશ નમાવી પૂજા અર્ચન કરી જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ ધામેલીયા, મનસુખભાઇ રામાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, જળસંપત્તિ સચિવ કે.એ.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રેન્જ આઈ.જી. સંદીપકુમાર, એસ.પી. જયપાલસિહ રાઠોર, જિલ્લા નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, વગેરે અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગઇકાલે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં સ્થિત ઘેલા સોમનાથ મહાદેવની પૂજા કરી, પરંપરાગત ધોતી પહેરી અને ત્યારબાદ પૂજા અભિષેક કર્યો હતો. જાહેર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ ઘેલા સોમનાથ ગયા હતા અને પૂજા અભિષેક કર્યા હતા. જે સાથે મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ભરતભાઈ બોઘરા, કલેક્ટર અરુણ મહેશ બાબુ પણ જોવા મળે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!