ગીરગઢડાના જંગલમાં આભ ફાટતાં અનેક ગામ સંપર્કવિહોણા: નદીઓમાં ઘોડાપુર
ઊના શહેરમાં પણ પાણી પાણી: કર્ફયુ જેવો માહોલ: અનેક હાઇવે બંધ: એમલપુર ગામમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા
ઊના અને ગીરગઢડા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં અતિભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખાના ખરાબી સર્જાયેલ છે. ભારે વરસાદના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસી જતાં તારાજી જોવા મળી છે. ગીરગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે સાત ઇંચ જેટલો અને ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારો ખોરવાયા હતા. અને કર્ફ્યુ જેવું વાતાવરણ છવાયુ છે. લોકો પોતાના ધંધા રોજગાર બંધ કરી ચાલ્યા ગયા છે.
ગીર પંથકના ઉપરવાસમાં અતિભારે વરસાદ પડતા નદી નાળા અને ખેતરાવ પાણી દોડતા થયા હતા. જેના કારણે રાવલ, મચ્છુન્દ્રી, રૂપેણ અને સાહી નદીમાં ઘોડાપુર આવતા લોકો નવાનિરને જોવા નદીઓ પર દોડી ગયા હતા. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાતા લોકો પર ભારે અસર જોવા મળી છે.
ઊના શહેરી વિસ્તાર તેમજ ગીરગઢડા, દેલવાડા, ધોકડવા, સનખડા, ખત્રીવાડા, સામતેર, નવાબંદર, જરગલી, સીમાસી, કેસરીયા સહીતના મુખ્ય ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અડીને આવેલા અન્ય ગામોમાં પણ વરસાદની અસર જોવા મળી છે. આગામી દિવસોમાં વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. અને એનડીઆરએફની ટીમને ઉના કાર્યરત કરી દેવાયેલ છે. ગીર પંથકમાં ભારે વરસાદ પડતા મુખ્ય ડેમો રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં જળશયની સપાટીમાં વધારો થયો છે.
મેઘરાજાના આગમનથી ધરતીપુત્ર ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ ભારે વરસાદે તંત્રની પોલ ખોલી હોય તેમ ચારેકોર વરસાદના પાણી ઘુસી જવાના કારણે રોડ રસ્તા અને ખેતરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાતા અને આ પાણી ઘરોમાં ઘુસી જતાં ઘરવખરી નાશ થવા પામેલ છે. હજી પણ ભારે વરસાદના હળવા ઝાંપટાઓ ધીમીધારે પડી રહ્યા છે.3
રૂપેણ નદી
ઊના પંથક તેમજ ઉપરવાસમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ પડતા રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ લેરકા, સોખડા, કોબ, ચિખલી તરફ જતો મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો..
એલમપુર ગામ
વહેલી સવારે અંધરાધાર વરસાદ શરૂ થતાં અને ખેતરાવ પાણી વહેતા થતાં આ પાણી એલમપુર ગામમાં ઘુસી જતાં લોકોના ઘરોમાં ગોઠણડુબ પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયુ હતું. અને કલાકો બાદ પાણી ઓસરતા લોકોએ પોતાના ઘર સાફ કરી રાહતનો શ્ર્વાસ લીધો હતો..
રાવલ અને મચ્છુન્દ્રી નદી
જંગલ વિસ્તારમાં આવેલ રાવલ તેમજ મચ્છુન્દ્રી, શાહી, રૂપે નદીમાં ઘોડાપુર આવતા ગાંડીતુર બનેલ અને ચારેકોર પાણી પાણી નજરે પડતુ હતું. દેલવાડા થી સૈયદ રાજપરા જતો મુખ્ય રસ્તાના પુલનું કામ ધીમીગતીએ ચાલતુ હોય અને તેમાં પણ ચોમાસુ બેસી જતાં ભારે વરસાદના પાણીના કારણે આ રસ્તો સંપૂર્ણ બંઘ થઇ જતાં સૈયદ રાજપરા, સીમર, કાળાપાણ, ખાણ, ખજુદ્રા સહીતના ગામોના લોકોને વાયા અંજાર- કોઠારી ગામેથી નિકળતા રસ્તા પરથી વાહન વ્યવહાર ચલાવાથી ઘણા કિ.મી.દૂર ફરવુ પડેશે.
અનેક ગામો સંપર્ક વિહોણા
અતિભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતા અને તેની સાથે ખેતરાવ પાણી, નાળાઓના પાણી ભળી અને વિસ્તારોમાં પાણી ભરાતા ખત્રીવાડા, સોંદરડી, માણેકપુર સહીતના ગામો સંપર્ક વિહોણા બની જતાં તંત્રને પણ ભારે મુશ્કેલી પડી હતી.
શાળા કોલેજો બંધ
આજે તા.14 અને 15 જુલાઇ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે ગીરસોમનાથ જીલ્લા શિક્ષણાધિકારી દ્રારા તમામ શાળાઓમાં બે દિવસની રજાનો પરીપત્ર બહાર પાડતા શાળાઓ, કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખવા આદેશ કરાયેલ છે. શહેરી વિસ્તારોમાં પણ વરસાદના પાણીઓ ચારેય તરફ ભરાતા આનંદ બજાર, ગીરગઢડા રોડ, વરસીંગપુર રોડ, પોલીસ લાઇન, જુના બસસ્ટેશન, વેરાવળ રોડ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
