ગોંડલ યાર્ડે 23.61 કરોડની જંગી આવક કરીરાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો: દાયકાઓથી પ્રથમ નંબરે રહેતા ઊંઝા યાર્ડ બીજા નંબરે
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડે નાણાકીય વર્ષ 21- 22માં રૂ.23.61 કરોડની જંગી આવક કરી રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ડંકો વગાડ્યો છે. દાયકાઓથી પ્રથમ નંબરે રહેતા ઊંઝા યાર્ડને ગોંડલ યાર્ડે બીજા નંબરે ધકેલી દીધું છે. આગામી વર્ષોમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડની આવકને દેશના પ્રથમ નંબરે લઈ જવા ચેરમેન દ્વારા સપનું સેવવામાં આવ્યું છે.
ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત નિયંત્રણ બજાર સંઘ અમદાવાદ દ્વારા વર્ષ 2021-22નાં નાણાકીય વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, આ અહેવાલ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડની આવક રૂ. 23.61 કરોડ થતા સમગ્ર રાજ્યના માર્કેટિંગ યાર્ડની આવકમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સાથોસાથ ગોંડલ માર્કેટિંગ યાર્ડે 15.31 કરોડની બચત કરી છે. યાર્ડનું ભંડોળ રૂ. 79.32 કરોડ થયું છે, જ્યારે દાયકાઓથી પ્રથમ રહેતું ઊંઝા માર્કેટિંગ યાર્ડની આવક 23.29 કરોડ થતા તે બીજા નંબરના સ્થાને ધકેલાયું છે. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ 21.98 કરોડ સાથે ત્રીજા નંબરે અને સુરત 17.99 કરોડ સાથે ચોથા નંબરે પહોંચ્યું છે.
ચણાની આવક અને વેચાણનો મહત્વનો ફાળો
સૌરાષ્ટ્રના અગ્રીમમાંથી ગુજરાતના અગ્રીમ નંબરે પહોંચેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડની આવક અંગે ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક અને વેચાણનો મહત્વનો ફાળો રહ્યો છે. ચણાની સીઝનમાં રોજ આશરે 35,000 બોરીનું વેચાણ થઈ રહ્યું હતું. જેની સામે લસણ અને ડુંગળીના ભાવ નીચા રહ્યા હતા. જો ડુંગળી અને લસણના ભાવ થોડા વધારે હોત તો હજી વધુ પાંચ કરોડની આવક વધી થઇ હોત. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા લસણ અને ડુંગળીમાં સહાય કરવામાં આવી હતી. આથી ખેડૂતોને રાહત મળી હતી.
સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પાક વેચાણ માટે આવે છે
અલ્પેશ ઢોલરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતું જ અગ્રીમ બની ન રહે અને આગામી વર્ષોમાં દેશનું અગ્રિમ બની રહે તે માટે વર્તમાન બોડી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ સારા ડોમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને દેશ-વિદેશમાંથી વેપારીઓ ખરીદી કરવા માટે આવે તે અંગેના આયોજનો કરવામાં આવનાર છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આવી રહ્યા છે અને તેઓને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં વિવિધ પાકની આવક થાય અને ત્વરીત નિકાલ થાય તેવા આયોજનો હાથ ધરાયા છે. તેમજ નેશનલ હાઈવે પર વાહનોની કતારો લાગતી બંધ થાય તે અંગે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!