Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

ગુજરાતમાં મેઘમહેર યથાવત પરંતુ જોર ધીમુ પડ્યું: 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં મેઘમહેર યથાવત પરંતુ જોર ધીમુ પડ્યું: 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

સૌથી વધુ 9 ઇંચ ભરૂચના વાગરામાં : સિઝનનો 46.70 ટકા વરસાદ વરસી ગયો

ગુજરાતમાં છેલ્લા ચોવિસ કલાકમાં વરસાદનું જોર ધીમું પડ્યું હોય તેમ સૌથી વધુ 9 ઇંચ વરસાદ ભરુચના વાગરામાં નોંધાયો હતો જ્યારે કુલ 209 તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં વરસાદ સાર્વત્રિક જેવો હતો. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત તથા કચ્છ ધમરોળાતા રહ્યા હતા. ભરુચના વાગરામાં 9 ઇંચ ઉપરાંત ભરુચ શહેરમાં પાંચ ઇંચ તથા અંકલેશ્વરમાં 4 ઇંચ હતો.

તાપી જીલ્લાના સોનગઢમાં સાડા પાંચ ઇંચ, વ્યારામાં સાડા પાંચ ઇંચ, ડોલવાનમાં સાડા પાંચ ઇંચ, વાલોદમાં પાંચ ઇંચ વરસાદ અને સુરત જીલ્લાનાં માંડવીમાં સાડા પાંચ ઇંચ તથા મહુવામાં પાંચ, ઉમરપાડામાં 4 તથા સુરતમાં 3 ઇંચ વરસાદ હતો. ડાંગમાં સાર્વત્રિક 4 થી 7 ઇંચ વરસાદ હતો. રાજ્યમાં મોસમનો કુલ 397.02 મીમી વરસાદ થયો છે જે સિઝનનો 46.70 ટકા થવા જાય છે. 16 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ થયો છે. 49 તાલુકામાં 20 થી 40 ઇંચ, 81 તાલુકામાં 10 થી 20 ઇંચ અને 25 તાલુકામાં 2 તી 5 ઇંચ વરસાદ થયો છે. રાજ્યના તમામ 251 તાલુકામાં બે ચિથી વધુ વરસાદ થઇ ગયો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!