2002ના ગુજરાત રમખાણો: ભગવાન શંકરની જેમ 19 વર્ષ વિષ પીતા રહ્યા PM મોદી, એક પણ શબ્દ ન બોલ્યા: અમિત શાહ
સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત રમખાણોમાં વડાપ્રધાનને કલીનચીટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષો તથા એનજીઓને આડે હાથે લીધા
નવી દિલ્હી: ગુજરાતના 2002ના કોમી રમખાણમાં તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અપાયેલી કલીન ચીટમાં હવે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમીત શાહે આકરા શબ્દોમાં વિપક્ષો પર પ્રહાર કરતા સમગ્ર રમખાણને રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા હતા અને હવે આ પ્રકારે આક્ષેપ કરનાર વિપક્ષો તથા એનજીઓએ હવે દેશની માફી માંગવી જોઈએ. આજે એક ખાસ મુલાકાતમાં શ્રી અમીત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સામેના તમામ આરોપો ફગાવી દીધા છે અને સત્ય- સોનાની જેમ બહાર આવી ગયું છે. તેઓએ કહ્યું કે મે મોદીજીના દર્દને નજીકથી જોયું છે.
18-18 વર્ષ મોદીજીએ નિલકંઠની માફક આક્ષેપોનું ઝેર ગળામાં ઉતારી સહન કરતા લડતા રહ્યા: મે વડાપ્રધાનનું દર્દ નજીકથી જોયું છે: અમિત શાહ ગળગળા થઈ ગયા
તેઓએ કહ્યું કે સતત 18-19 વર્ષ સુધી દેશના આ મોટા નેતાએ એક શબ્દ બોલ્યા વગર તમામ આરોપોનો નિડરતાથી સામનો કર્યો અને ભગવાન શંકરની જેમ વિષપાનની માફક ગળામાં ઉતારીને સહન કરતા રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું કે જયારે ન્યાયીક પ્રક્રિયા ચાલતી હતી તેથી અમો કંઈ બોલ્યા ન હતા. તેઓએ હાલમાં જ એન્ફોર્સમેન્ટ આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના ટેકાએ જે રીતે કોંગ્રેસ પક્ષે દેખાવો અને ચકકાજામનો દેશભરમાં પ્રવાસ કર્યો તેનો સીધા ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતમાં ખાસ તપાસ ટીમ દ્વારા મોદીજીની નવ-નવ કલાક પુછપરછ કરી હતી. પરંતુ અમોએ કોઈ દેખાવ કે વિરોધ કર્યો નહી.
મોદીજીની સીટ દ્વારા પુછપરછ કે મારી ધરપકડ સમયે અમોએ કદી દેખાવો કે ધરણા કર્યા ન હતા: કોંગ્રેસ પર સીધો પ્રહાર
શ્રી શાહે કહ્યું કે સીટની રચના પણ સર્વોચ્ચ અદાલતે કરી હતી અને મોદીજીએ કલીનચીટ પણ સર્વોચ્ચ અદાલતે આપી છે પણ 17-18 વર્ષ સુધી મોદીજીએ જે સહન કર્યુ છે તે કોઈ મજબૂત મનનો વ્યક્તિ જ આ કરી શકે. શ્રી શાહે કહ્યું કે ગુજરાતના કોમી રમખાણો શરૂ થતા જ સૈન્ય બોલાવી લેવાયુ હતું. એક પણ કાર્યવાહીએ કોઈ વિલંબ થયો ન હતો. શ્રી અમીત શાહે જણાવ્યું કે એક તબકકે મારી પણ ધરપકડ થઈ હતી પણ કોઈ ધરણા-પ્રદર્શન કર્યા ન હતા. આ મામલામાં જેઓએ મોદીજી પર આરોપ લગાવ્યા છે તેઓ જો અંતરાત્મા હોય તો મોદી અને ભાજપની માફી માંગી લેવી જોઈએ.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
