Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ભારતમાં 1974 પછીનો સૌથી ભારે રેકોર્ડ બ્રેક વરસાદ: સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં સરેરાશ 317.8 મીમી પાણી વરસ્યું

ભારતમાં 1974 પછીનો સૌથી ભારે રેકોર્ડ બ્રેક વરસાદ: સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં સરેરાશ 317.8 મીમી પાણી વરસ્યું

દેશના અનેક રાજ્યમાં નૈઋત્ય ચોમાસુ આફત જેવું બની ગયું છે. વરસાદનાં કહેરને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. છેલ્લા 121 વર્ષમાં બીજી વખત આટલો ભારે વરસાદ પડ્યો છે. જૂન મહિનામાં આસામ, જુલાઈમાં ગુજરાત અને મહારાષ્ટ્ર અનરાધાર વરસાદમાં ધમરોળાયા છે.

હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે 1 જૂનથી 13 જુલાઈ દરમિયાન દેશમાં સરેરાશ 317.8 મીમી વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 121 વર્ષનાં રેકોર્ડ મુજબ બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે. આ પૂર્વે 1974માં અત્યાધિક વરસાદ થયો હતો. 1961થી 2010ની સરેરાશ કરતા 15.8 ટકા વધુ વરસાદ છે.

સરકારના રિપોર્ટ પ્રમાણે જલવાયુ પરિવર્તનને કારણે મોન્સૂન સિસ્ટમમાં અસ્થિરતા વધી ગઇ છે. તેનો અર્થ એવો થાય છે કે અગાઉના વર્ષોની સરખામણીએ હવે અત્યાધિક વરસાદના દિવસોમાં વૃધ્ધિ થઇ છે. ભૂવિજ્ઞાન મંત્રાલયના 2020ના રિપોર્ટ પ્રમાણે 1951થી 1980ની સરખામણીએ 1981થી 2011ની સ્થિતિમાં અત્યાધિક વરસાદના દિવસો વધી ગયા હતા. પરંતુ એકંદરે 27 ટકા વધુ દુષ્કાળની સ્થિતિ રહી હતી.

હવામાન વિભાગ દ્વારા વરસાદ આકલન માટે ચાર જુદી-જુદી શ્રેણી નિયત થઇ હોવાનું ઉલ્લેખનીય છે. 7.5 મીમી સુધીના વરસાદને હળવો ગણવામાં આવે છે, 7.5 થી 35.5 મીમી સુધીના વરસાદને હળવાથી મધ્યમ, 35.5 મીમીથી 244.5 મીમી સુધીના વરસાદને મધ્યમથી ભારે, 244.5 મીમીથી ઉપરના વરસાદને ભારેથી અત્યાધિક ભારે ગણવામાં આવે છે.

હવામાન વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે બે સિસ્ટમ સર્જાવાના કારણે સાર્વત્રિક મેઘમહેર થઇ હતી. મોટી ભૂમિકા મેડન-જુલિયન ઓસ્સિલેશનની હતી જે વાદળ, પવન અને વરસાદને પૂર્વ તરફ આગળ વધારનારી પલ્સ છે અને હવામાન પ્રણાલીઓને અસર કરે છે. આ અનુકુળ સિસ્ટમ બન્યા બાદ લોપ્રેશર સિસ્ટમ સર્જાઇ હતી. લાંબા ગાળાની લો પ્રેશર સિસ્ટમ થવાને કારણે ચોમાસાને વધુને વધુ જોર મળતું રહ્યું હતું. જૂન મહિનામાં આસામ તથા પૂર્વ રાજ્યોમાં મેઘતાંડવ પાછળનું કારણ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમનું હતું.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!