Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

દેશમાં કોરોનાના નવા 18,930 કેસ અને વધુ 35 લોકોનાં મોત

દેશમાં કોરોનાના નવા 18,930 કેસ અને વધુ 35 લોકોનાં મોત

ભારતમાં કોરોનાના નવા ૧૮,૯૩૦ કેસ નોૅંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૫,૬૬,૭૩૯ થઇ ગઇ છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧,૧૯,૪૫૭ થઇ ગઇ છે. વધુ ૩૫ લોકોનાં મોત નોૅંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૫,૩૦૫ થઇ ગયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૪૨૪૫નો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪,૩૮,૦૦૫ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮૬.૫૩ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. દૈનિક પોઝિટીવ રેટ ૪.૩૨ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૩.૮૬ કા નોંધવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૩૫ મોત પૈકી ૧૯ કેરળમાં, સાત મહારાષ્ટ્રમાં અને ત્રણ પશ્ચિમ બંગાળમાં નોંધવામાં આવ્યા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!