Dark Mode
Monday, 01 December 2025
Logo banner

દેશના પ્રથમ માનવરહિત વિમાને ભરી ઉડાન

દેશના પ્રથમ માનવરહિત વિમાને ભરી ઉડાન

સુરક્ષા ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં પણ ભારતનું મોટું પગલું: પ્રથમ પરિક્ષણ સફળ
ટેકનોલોજીની બાબતમાં ભારત સતત આગળ રહ્યું છે. ડીઆરડીઓએ ગઈકાલે દેશના પ્રથમ સ્વદેશી માનવ રહિત (પાયલોટ વિનાના) વિચારનું સફળ પરીક્ષણ કર્ણાટકના ચિત્ર દુર્ગના એરોનોટીકલ ટેસ્ટ રેન્જમાં કર્યું હતું. આ દરમિયાન વિમાનના સ્મૂથ ટચડાઉનના પરિણામો પણ બહેતર જોવા મળ્યા હતા. આ ઉડાન ભવિષ્યના માનવરહિત વિમાનોના વિકાસની દિશામાં મહત્વપૂર્ણ સાબીત થનાર છે.

વૈજ્ઞાનિકો દ્વારા સતત આ દિશામાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. સરકારે જણાવ્યું છે કે ટેકનોલોજીના પ્રદર્શનના મામલે તે ખૂબ જ પ્રભાવશાળી છે. સુરક્ષા ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં પણ આ મોટું પગલું છે. આ વિમાનને ડીઆરડીઓની શાખા એરોનોટીકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીસમેન્ટ બેંગ્લુરુએ ડિઝાઈન કર્યું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!