Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

ભારતે એક વર્ષમાં પરમાણુ હથિયારો પાછળ ખર્ચ્યા 7799 કરોડ રૂપિયા

ભારતે એક વર્ષમાં પરમાણુ હથિયારો પાછળ ખર્ચ્યા 7799 કરોડ રૂપિયા

નવી દિલ્હી: ભારતે પરમાણુ હથિયારોના ઉત્પાદન અને જાળવણી પર એક વર્ષમાં એક અબજ ડોલર (રૂ. 7799 કરોડ) કરતાં વધુ ખર્ચ કર્યા છે. વૈશ્વિક પરમાણુ શસ્ત્રોના નાબૂદી અંગેના ICANના અહેવાલ મુજબ, વિશ્વના નવ પરમાણુ સશસ્ત્ર દેશોએ 2021માં તેમના પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમો પર કુલ $82.4 બિલિયનનો ખર્ચ કર્યો છે, જે વર્ષ 2020ની સરખામણીમાં આઠ ટકાનો વધારો દર્શાવે છે. 2021 માં વૈશ્વિક પરમાણુ હથિયારોના ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.

ડિફેન્સ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (સિપ્રી) એ દાવો કર્યો હતો કે જાન્યુઆરી 2022માં ભારત પાસે 160 પરમાણુ હથિયાર છે અને તે પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કરી રહ્યો હોવાનું જણાય છે. જાન્યુઆરી 2021માં ભારત પાસે માત્ર 156 પરમાણુ શસ્ત્રો હતા. પાકિસ્તાન પાસે 165 પરમાણુ હથિયારો છે.

ICAN અનુસાર, વર્ષ 2021ની દરેક મિનિટમાં પરમાણુ હથિયારો પર કુલ $1,56,841 ખર્ચ કરવામાં આવ્યા છે. દુનિયા જે ઝડપે તબાહી મચાવી રહી છે તેનો આ પુરાવો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા સૌથી વધુ ખર્ચ કરે છે અને વિશ્વમાં પરમાણુ હથિયારો પર કુલ ખર્ચના 50 ટકાથી વધુ ખર્ચ એકલા અમેરિકાએ કર્યો છે. આ પછી ચીન, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોએ પરમાણુ હથિયારો પર ખર્ચ કર્યો છે. ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN) દ્વારા પરમાણુ ખર્ચ અંગેના તેના વાર્ષિક અહેવાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!