દેશમાં સૌથી વધુ પ્લાસ્ટીક કચરો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સર્જાય છે
ભારત વર્ષે 3.5 મીલીયન ટન પ્લાસ્ટીક કચરો સર્જે છે
દેશભરમાં તા.1 જુલાઈથી સિંગલ યુઝડ-પ્લાસ્ટીક પર પ્રતિબંધ આવી ગયા છે અને તેનો તબકકાવાર અમલ પણ શરૂ થશે. પ્લાસ્ટીક એ પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને તેમાં ખાસ કરીને એશિયાના દેશોમાં રીસાયકલીંગ કરીને તૈયાર કરાતા સિંગલ યુઝડ અને નબળી ગુણવતાના પ્લાસ્ટીકથી જે કચરો ઉત્પન્ન થાય છે
તેમાં વિશ્વમાં સૌથી વધુ પ્લાસ્ટીક વેસ્ટ- સર્જનમાં ભારત પાંચમા ક્રમે છે અને દેશમાં 2020ના નાણાકીય વર્ષમાં 3.5 મીલીયન ટન પ્લાસ્ટીક વેસ્ટનું સર્જન થયું હતું તથા આ પ્રકારના પ્લાસ્ટીકના ઉત્પાદનમાં દેશના ત્રણ ટોચના રાજયોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાત પ્રથમ ત્રણ સ્થાનો પર છે અને દેશમાં આ પ્રકારના પ્લાસ્ટીકના કચરાનું સર્જનના 83% 10 રાજયો અને કેન્દ્ર શાસનના પ્રદેશોમાંથી જ થાય છે તથા તબકકાવાર તે વધતુ જાય છે. 2016 થી 2020 સુધીમાં ભારતમાં પ્લાસ્ટીકના કચરાનું સર્જન લગભગ ડબલ થઈ ગયું છે.
જો કે હજુ પણ અમેરિકા સહિતના વિકસીત દેશોની સરખામણીમાં ભારતમાં પ્લાસ્ટીકના કચરાનું સર્જન હજું ઓછું થાય છે. ભારતમાં 19 પ્રકારની ચીજો જે સિંગલ પ્લાસ્ટીક તરીકે ઓળખાઈ છે. તેના પર 1 જુલાઈથી પ્રતિબંધ મુકી દીધો છે. ઉપરાંત દેશમાં 75 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટીક બેગ (કેરીબેગ) પર સપ્ટે. 2021 થી પ્રતિબંધ મુકી દીધો છે અને જે પ્રતિબંધીત પ્લાસ્ટીક છે તેમાં કુલ કચરાના સર્જનમાં 30% હીસ્સો ધરાવે છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
