આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: PM મોદી 15,000 લોકો સાથે યોગાભ્યાસ કર્યો, ITBP જવાનોએ બરફ વચ્ચે સૂર્યનમસ્કાર કર્યા
ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ પહોંચ્યા છે. તેમણે લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યો હતો. PM મોદીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવાx આસનોથી યોગની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ ફક્ત જીવનનો એક ભાગ નથી, જીવનનો એક માર્ગ બની ગયો છે.
યોગ દેશ અને વિશ્વમાં શાંતિ લાવી શકે છે: PM મોદી
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું- 'આજે યોગ માનવજાતને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે. આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક કેન્દ્રોમાં યોગની જે તસવીરો જોવા મળતી હતી એ હવે દુનિયાના ખૂણે ખૂણે દેખાઈ રહી છે. આ સામાન્ય માનવતાનાં ચિત્રો છે. એ વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ માત્ર એક વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે છે, તેથી આ વખતે થીમ છે યોગ ફોર હ્યુમેનિટી.
તેમણે વધુમાં કહ્યું- 'યોગને વિશ્વમાં લઈ જવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. મિત્રો, આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે - યોગ આપણને શાંતિ આપે છે. એ આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. આ આખું વિશ્વ આપણા શરીરમાં છે. એ બધું જીવંત બનાવે છે. યોગ આપણને સજાગ, સ્પર્ધાત્મક બનાવે છે. એ લોકો અને દેશોને જોડે છે. આ આપણા બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે છે.
ITBPના જવાનોએ બરફની વચ્ચે યોગ કર્યા
યોગ દિવસની શરૂઆત થતાં જ લદાખથી લઈને છત્તીસગઢ અને આસામના ગુવાહાટીથી લઈને સિક્કિમ સુધી ITBPના જવાનોએ યોગ કર્યા હતા. સૈનિકોએ સૂર્યનમસ્કાર કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. ITBP જવાને આ અવસર માટે એક ગીત પણ કમ્પોઝ કર્યું છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
