ઈઝરાયેલનું હાઈફા પોર્ટના ખાનગીકરણનું ટેન્ડર અદાણી ગ્રુપે જીત્યું
ઈઝરાયેલના ગેડોટ ગ્રુપ સાથે 1.18 અબજ ડોલરમાં સોદો પાર પાડયો: પોર્ટ ક્ષેત્રે વૈશ્વિક ખેલાડી બનશે
દેશના ટોચના ઉદ્યોગગૃહ તરીકે સતત આગળ વધી રહેલા અદાણી ગ્રુપ દ્વારા ઈઝરાયેલના હાઈફા બંદરના ખાનગીકરણનું ટેન્ડર જીતીને આ બંદર સાથે ભારતના ઐતિહાસિક સંબંધને પુન: સ્થાપીત કરવાની સાથે વિશ્વ વ્યાપારમાં એક નોંધપાત્ર સફળતા ભણી કદમ આગળ વધાર્યુ છે.
અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમી ઝોન લી. તથા ઈઝરાયેલના ગેડોટ ગ્રુપ સાથે સંયુક્ત રીતે 1.18 અબજ ડોલરમાં આ બીડ જીતીને ઈઝરાયેલનું આ બીજા નંબરનું સૌથી મોટુ બંદરનું સંચાલન સંભાળી લીધુ છે. આ કરારમાં 70% હિસ્સેદારી અદાણી ગ્રુપની રહેશે તથા તે ગેડોટ ગ્રુપ પાસેથી બાકીની હીસ્સેદારી ખરીદવા પણ હકકદાર રહેશે અને 2054 સુધી તેઓ આ બંદરનું સંચાલન કરી શકશે.
અદાણી પોર્ટ એન્ડ સ્પે. ઈકોનોમી ઝોન લી.ના સીઈઓ શ્રી કરન અદાણી એ આ ટેન્ડર જીત પર ખુશાલી વ્યક્ત કરતા કહ્યું કે અદાણી પોર્ટ એન્ડ સ્પે. ઈકોનોમી ઝોન પ્રા.લી.ને ગ્લોબલ ટ્રાન્સપોર્ટ યુટીલીટીમાં ફેરવવાના અમારા ધ્યેય ભણી આ કદમ છે અને અમો તેમાં લોજીસ્ટીક અને વેરહાઉસ સુવિધાઓનો પણ સમાવેશ કરીશું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
