Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

જમ્મુના પુંછ જિલ્લામાં પરસ્પર અથડામણ બાદ ફાયરિંગ: સેનાના બે જવાન શહીદ, બે ઘાયલ

જમ્મુના પુંછ જિલ્લામાં પરસ્પર અથડામણ બાદ ફાયરિંગ: સેનાના બે જવાન શહીદ, બે ઘાયલ

જમ્મુ કાશ્મીરથી આજે મોટા સમાચાર સામે આવ્યા છે. જવાનો વચ્ચેની પરસ્પર અથડામણમાં બે જવાન શહિદ થયા છે જયારે કે બે ઘાયલ થયા છે જેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ જમ્મુ ડિવિઝનના પુંછ જિલ્લાના સુરનકોટમાં એક મોટી ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં પરસ્પર અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે, જ્યારે બે ઘાયલ થયા છે. ઘાયલોને એરલિફ્ટ કરીને ઉધમપુરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ અથડામણનું કારણ જાણી શકાયું નથી. જવાનો ટેરિટોરિયલ બટાલિયનના જણાવવામાં આવી રહ્યા છે. હાલ આ અંગે વધુ માહિતી મેળવી રહ્યા છીએ.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!