Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

'કાલી'ના પોસ્ટર વિવાદમાં ફસાયેલી ડાયરેક્ટરે ફરી એક વખત દુભાવી લોકોની ધાર્મિક લાગણી

'કાલી'ના પોસ્ટર વિવાદમાં ફસાયેલી ડાયરેક્ટરે ફરી એક વખત દુભાવી લોકોની ધાર્મિક લાગણી

આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી, આ જાણીજોઈને ઉશ્કેરવાની વાત છેઃ ભાજપના નેતા શહજાદ

'કાલી' ડોક્યુમેન્ટ્રીના પોસ્ટર વિવાદ વચ્ચે તેની ડાયરેક્ટર લીના મણિમેકલઈએ વધુ એક ટ્વિટ કરી છે. આ ટ્વિટના કારણે લીના વધુ લોકોના રોષનો ભોગ બની રહી છે. ટ્વિટર પર પોસ્ટ કરેલા ફોટોમાં ભગવાન શંકર અને માતા પાર્વતીનો રોલ ભજવી રહેલા કલાકારો સિગારેટ પીતા જોવા મળે છે.

આ ફોટો ટ્વિટ કરીને લીનાએ લખ્યું છે કે, 'ક્યાંક બીજે.' આ કારણે અનેક લોકો તેની પોસ્ટ પર એન્ગ્રી રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ લીના પર તેણી ફક્ત નફરત ફેલાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તેણીએ ધર્મનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ.

લીનાની આ ટ્વિટ પર અનેક રાજકીય નેતાઓ પણ રિએક્ટ કરી રહ્યા છે. ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે લખ્યું હતું કે, આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી, આ જાણીજોઈને ઉશ્કેરવાની વાત છે.

શહજાદ પૂનાવાલાએ વધુમાં લખ્યું હતું કે, લીનાની હિંમત એટલા માટે વધી રહી છે કારણ કે, તેને ખબર છે કે લેફ્ટ પાર્ટીઓ, કોંગ્રેસ, ટીએમસી તેને સપોર્ટ કરી રહ્યા છે. ટીએમસીએ હજુ સુધી મહુઆ મોઈત્રા સામે કોઈ પગલા નથી ભર્યા.

'કાલી'ના પોસ્ટરનો વિવાદ
વર્તમાન વિવાદ પહેલા લીનાની ફિલ્મ 'કાલી'ના પોસ્ટર અંગે વિવાદ થયો હતો. તે પોસ્ટરમાં કાળકા માતાને સિગારેટ પીતા અને હાથમાં LGBTQના ઝંડા સાથે દર્શાવવામાં આવ્યા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!