માનવત લાજે એવું કૃત્ય: કર્ણાટકના બેલગાવી જિલ્લામાં નાલામાંથી મળ્યા સાત નવજાતના મૃતદેહ
લીંગ પરિક્ષણ કર્યા બાદ હત્યા કરી દેવાયાની આશંકા: જબરો ખળભળાટ
કર્ણાટકના બેલગાવી જિલ્લાના મુદાલગી શહેરના બહારના વિસ્તારમાં આવેલા એક નાલામાંથી સાત નવજાતના મૃતદેહ બોટલમાં બંધ હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ મામલે મુદલાગી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી મહેશ કોનીએ જણાવ્યું કે આ પાંચ મહિનાના ભ્રુણને લીંગ પરિક્ષણ બાદ ફેંકી દેવામાં આવ્યા હોઈ શકે છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસે દોડી જઈ ઘટનાસ્થળનું નિરીક્ષર કરી ગુનો નોંધ્યો છે. બીજી બાજુ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ ઘટનાની ઉંડી તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે.
જિલ્લા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અધિકારી ડૉ.મહેશ કોનીએ જણાવ્યું કે નાલામાંથી સાત ભ્રુણ મળી આવ્યા છે. આ ભ્રુણ પાંચ મહિનાના હોવાની અને આશંકા છે. લીંગ પરિક્ષણ કરાવ્યા બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હોઈ શકે છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
