Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ભકતોની ભીડ ઘટતા હવે કેદારનાથના ગર્ભગૃહમાં એન્ટ્રી પર રોક હટાવાઈ

ભકતોની ભીડ ઘટતા હવે કેદારનાથના ગર્ભગૃહમાં એન્ટ્રી પર રોક હટાવાઈ

આ વર્ષે ચારધામ યાત્રામાં રેકર્ડબ્રેક કુલ 25,25,001 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
ઉતરાખંડમાં ચારધામ યાત્રામાં આ વર્ષે યાત્રાળુઓની સંખ્યાએ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે. શનિવારે સાંજે 8 વાગ્યા સુધીમાં ચારેય ધામોમાં 25,50,001 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. બીજી બાજુ કેદારનાથ મંદિરમાં આવતા તીર્થયાત્રીઓની સંખ્યામાં ઘટાડો ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર લાગેલી રોક હટાવી લેવાઈ છે. બદરીનાથ, કેદારનાથ મંદિર સમીતીના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે તીર્થયાત્રીઓની ભીડને જોતા 6 મે ના રોજ સુરક્ષાના કારણે આ પ્રતિબંધ લગાવાયો હતો. મંદિરના ગર્ભગૃહમાં સીમીત જગ્યા છે અને તીર્થયાત્રીઓનું અંદર જવું જોખમકારક હતું એટલે રોક લગાવાઈ હતી. તીર્થ યાત્રીઓ સભા મંડપથી આગળ જઈ શકતા નહોતા, પરંતુ પ્રતિબંધ શુક્રવારે હટાવી દીધો છે. મે મા કેદારનાથની યાત્રા શરૂ થઈ હતી ત્યારે દરરોજ 17000 લોકો દર્શને આવતા હતા હવે આ સંખ્યા ઘટીને 2 હજારથી 3 હજાર થઈ ગઈ છે.

ચારધામ યાત્રીઓ માટે વધુ 230 વેલનેસ સેન્ટર ખુલશે
ચારધામ યાત્રીઓની રેકોર્ડબ્રેક સંખ્યાને કારણે કેન્દ્રે ઉતરાખંડ માટે 230 નવા આયુર્વેદીક વેલનેસ સેન્ટર મંજુર કર્યા છે. તેની સ્થાપનાથી શ્રદ્ધાળુઓ અને પર્યટકોને તો ફાયદો થશે જ સાથે સાથે રાજયમાં સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારાની સાથે યુવાનોને રોજગારીનો મોકો મળશે. રાજયમાં અત્યાર સુધી આયુર્વેદના 70 વેલનેસ સેન્ટર હતા, 230 નવા સેન્ટરોની સ્થાપના બાદ રાજયમાં વેલનેસ ટુરીઝમને પ્રોત્સાહન મળશે અને દેશભરમાંથી આવનાર તીર્થયાત્રીઓને સ્વાસ્થ્ય સુવિધાઓ મળશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!