કેરળના કન્નુરમાં RSS ઓફિસ પર બોમ્બ ફેંકવામાં આવ્યો
કુન્નુર જીલ્લાની ઘટના: કોઈ જાનહાની નહી: વહેલી સવારે સંઘ ઓફીસ પર હુમલાનો પ્રયાસ
થિરૂવન્તપુરમ: કેરળમાં ડાબેરી સંગઠનો તથા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ વચ્ચેની સતત સર્જાઈ રહેલી ટકકરમાં આજે સવારે રાજયના કુન્નુર જીલ્લાના પટયાનુરમાં આરએસએસના કાર્યાલય પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે અફડાતફડી મચી ગઈ હતી. જો કે આ બોમ્બ ઓછો શક્તિશાળી હતો અને સંઘ ઓફીસના બારીઓના કાચ તૂટી ગયા હતા તે સિવાય કોઈ નુકશાન થયું ન હતું.
પોલીસે આ ઘટનામાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ ચાલુ કરી છે. આ હુમલામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ જીલ્લામાં સંઘની શાખાઓનું કામકાજ સતત વધતુ રહ્યું છે અને અનેક ડાબેરી સંગઠનો દ્વારા તેનો હિંસાથી વિરોધ થયો હતો તે સમયે આ પ્રકારનો હુમલો એ ફકત સંઘના કાર્યકર્તાઓને ડરાવવા માટે હોઈ શકે છે. અહીથી પોલીસ સ્ટેશન 100 મીટર પર જ દૂર છે અને હુમલાખોરોએ અત્યંત જવલનશીલ પદાર્થની મદદથી આ દેશી બોમ્બ બનાવ્યો હતો અને તેમનો ઈરાદો વિસ્ફોટ સાથે આગ લાગે તેવો હોવાનું પોલીસ માને છે. કેરળમાં માર્કસવાદી અને અન્ય ડાબેરી સંગઠનો આ પ્રકારના બોમ્બનો ઉપયોગ અવારનવાર કરતા રહે છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
