લદાખ સીમા પર ચીનનો મુકાબલો કરવા રાફેલ-સુખોઈ-ફાઈટર જેટ તૈનાત
ચીને પુર્વીય લદાખમાં નવા એરબેઝ બનાવી ભારતીય હવાઈ સીમા આસપાસ વારંવાર ઉડાનો ભરતા વળતો જવાબ
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેના વધતા જતા તનાવમાં એક તરફ ચીન તરફથી લદાખ સહિતની સીમા ક્ષેત્રમાં અતિઆધુનિક લશ્કરી કવાયત તથા લડાયક વિમાનોની તૈનાતી શરુ કરતા ભારતે પણ વળતા જવાબમાં છેલ્લા થોડા દિવસમાં લેહ સહિતના એરબેસ પર અતિઆધુનિક રાફેલ તથા રશિયન બનાવટના સુખોઈ-30 એમકેઆઈ વિમાનોની ઉડાન શરૂ કરી છે.
ખાસ કરીને ભારતે ચીનની દરેક હિલચાલ પર નજર રાખવા નાઈટ-ઓપરેશન વધાર્યા છે. ચીને લદાખ-તિબેટ તથા છેક પુર્વીય ક્ષેત્રમાં અરુણાચલ સુધીની ભારતની સિમાની સામેજ પીપલ્સ લીબરેશન આર્મી (ચાઈનીઝ સૈન્ય)ના નવા મથકો તથા એર ડિફેન્સ સીસ્ટમ તૈનાત કરી છે તથા નાના એરબેઝની હારમાળા સર્જીને લડાયક વિમાનોની કવાયતો પણ શરૂ કરી છે. પુર્વીય લદાખ ક્ષેત્ર અને દેશો વચ્ચે તનાવનું મુખ્ય કારણ બની શકે છે. જૂન માસમાં ચીનના હવાઈદળના લડાયક વિમાનોએ ભાજપ હવાઈ સીમાની નજીકની ઉડાન ભરી હતી.
ઉપરાંત જે કે ભારતની હવાઈ સીમાનો ભંગ કર્યો ન હતો પણ ભારતે તે બાદ વળતા જવાબ રૂપે તેની સરહદી ક્ષેત્રની એરડિફેન્સ સીસ્ટમ મજબૂત બનાવી છે. ઉપરાંત આ ક્ષેત્રમાં રશિયા પાસેથી પ્રાપ્ત કરેલી અતિ આધુનિક એન્ટી મિસાઈલ સીસ્ટમ એસ-400 પણ તૈનાત કરવાનું ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કર્યુ છે તથા તે ટુંક સમયમાં એકટીવેટેડ થઈ જશે. ચીન તેના અતિઆધુનિક જે-20 લડાયક વિમાનોને ભારતીય સીમા સામે જ તૈનાત કરાશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!