Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

લાલુપ્રસાદ યાદવ અત્યંત કટોકટીભરી સ્થિતિમાં: શરીરનું હલન ચલન પણ બંધ

લાલુપ્રસાદ યાદવ અત્યંત કટોકટીભરી સ્થિતિમાં: શરીરનું હલન ચલન પણ બંધ

રાબડીદેવીએ પ્રાર્થના માટે અપીલ કરી
નવી દિલ્હી: બિહારના પુર્વ મુખ્યમંત્રી શ્રી લાલુપ્રસાદ યાદવની હાલત અતિ નાજુક બની છે અને તેઓને ગઈકાલે દિલ્હીની ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ ખાતે ખસેડાયા હતા પણ તેમના શરીરનું તમામ હલન ચલન બંધ થયું છે તથા તેઓ હવે પુરી રીતે કોમા જેવી સ્થિતિમાં છે તથા તબીબોની ટીમ પણ હવે આખરી ઘડીના પ્રયાસો કરી રહી છે.

ગઈકાલે રાત્રીના શ્રી યાદવને એર એમ્બ્યુલન્સમાં દિલ્હી ખસેડાયા બાદ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નોંધાયો નથી અને તેમના પુત્ર તથા રાજદ વડા શ્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે તેમના પિતાની હાલત અત્યંત નાજુક છે.

તો બીજી તરફ રાબડીદેવીએ તેમના પતિના સ્વાસ્થ્ય માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા સૌને અપીલ કરી છે. શ્રી યાદવ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!