મહારાષ્ટ્ર કટોકટી: રાષ્ટ્રીય કારોબારી બોલાવતા ઉદ્ધવ ઠાકરે: સાંજે આદીત્યની જાહેર સભા
16 બાગી ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા મુદે નાયબ અધ્યક્ષ પર નજર: એકનાથ શિંદે સહિતના 50 ધારાસભ્યો હજું ગુવાહાટીમાં
મુંબઈ: મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટમાં હવે રાજયપાલ શ્રી ભગતસિંહ કોશીયારીના આગમન બાદ જ કોઈ નિર્ણાયક સ્થિતિ બનશે તે વચ્ચે આજે મુંબઈથી લઈને ગુવાહાટીમાં બેઠકોનો દૌર ચાલુ છે. ખાસ કરીને આજે બપોરે શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળનાર છે અને તે બાદ સાંજે 6 વાગ્યે શિવસેનાના નંબર ટુ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદીત્ય ઠાકરે એક જનસભાને પણ સંબોધી શકે છે.
શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષના વડા તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોઈ મહત્વના નિર્ણયની જાહેરાત કરી શકે છે. ગઈકાલે પક્ષના જીલ્લા તથા મહાનગરોના પ્રમુખો સાથેની બેઠકમાં તેઓએ રાજીનામા અંગે કોઈ સંકેત આપ્યો ન હતો તો બાદમાં એનસીપી વડા શરદ પવાર સાથે બે કલાક વર્ચ્યુઅલ બેઠક કરી હતી. બીજી તરફ હવે સૌની નજર વિધાનસભાના નાયબ અધ્યક્ષ પર છે.
ગઈકાલે શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા અંગે નોટીસ મોકલીને તેઓને આવતીકાલ સુધીમાં જવાબ આપવા માટે જણાવાશે. બીજી તરફ હવે આજે રાજયપાલ ભગતસિંહ કોશીયારી- કોવિડ પોઝીટીવ બન્યા બાદ તેઓ રીલાયન્સ હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા અને હવે તેઓનો રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેઓ હવે રાજભવનમાં પરત ફરે તેઓ એકશનમાં આવે તેવા સંકેત છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
