મહારાષ્ટ્ર રાજનીતિ: શિંદેને CM બનાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું ઉદ્ધવ જૂથ
મહારાષ્ટ્રમાં ચાલતો રાજકીય ડ્રામા હજી સમાપ્ત થયો હોય એવું લાગતું નથી. હવે ઉદ્ધવ ગ્રુપ 16 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. શિવસેનાના ઉદ્ધવ ગ્રુપે માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ આ 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દે અને તેમની સામે અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરે. નોંધનીય છે કે 16 બળવાખોર ધારાસભ્યોમાં નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે.
હાલમાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે તેઓ આ વિશે 11 જુલાઈએ સુનાવણી કરશે. ત્યારે જ મહારાષ્ટ્રની સંબંધિત બાકી અરજીઓ વિશે પણ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુએ કરી છે.
ઉદ્ધવ જુથે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે આ વિશે સુનાવણી કરવી જોઈએ જેથી બંધારણની દસમી યાદી પ્રભાવમાં રહી શકે અને તેનું ઉલ્લંઘન ના થાય. આરોપ લગાવવામાં આવ્યો છે કે, ડેપ્યુટી સ્પીકર અત્યારે અસહાય છે. નોંધનીય છે કે, ડેપ્યુટી સ્પીકર નરહરી જરિવાલાએ 16 બળવાખોર ધારાસભ્યોસામે અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરીને નોટિસ મોકલી હતી. ત્યારપછી શિંદે જૂથના ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકર પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.
નોંધનીય છે કે, કાલે જ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા છે. બળવાખોર ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવી છે. જ્યારે દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. ગઈકાલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને સીએમ પદના શપથ અપાવ્યા હતા. જેપી નડ્ડા અને હાઈકમાન્ડના નિર્દેષ પછી દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારમાં સામેલ થયા હતા. રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંનેને અભિનંદન આપ્યા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
