Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

મહારાષ્ટ્રમાં સતા પરિવર્તન બાદ અધ્યક્ષની ચૂંટણીમાં પ્રથમ ટકકર: કાલથી વિધાનસભા સત્ર

મહારાષ્ટ્રમાં સતા પરિવર્તન બાદ અધ્યક્ષની ચૂંટણીમાં પ્રથમ ટકકર: કાલથી વિધાનસભા સત્ર

બે દિવસના સત્રમાં અધ્યક્ષની ચૂંટણી, ઉદ્ધવ ઠાકરે જૂથ સહિતના વિપક્ષ પર નજર: ગૃહનો બહિષ્કાર કરે તેવા સંકેત

મંત્રીમંડળની રચનાનો પણ ધમધમાટ: નાયબ મુખ્યમંત્રી ફડનવીસને ગૃહ મંત્રાલય સોપાય તેવા સંકેત
મહારાષ્ટ્રમાં સતાપલટા સાથે જ હવે નવી એકનાથ શિંદે સરકારના વિશ્વાસ મતનું પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આવતીકાલથી રાજય વિધાનસભાના બે દિવસના સત્રમાં પ્રથમ નવા અધ્યક્ષની ચૂંટણી અને બાદમાં શિંદે સરકાર વિશ્વાસ મત માંગી શકે છે.

આવતીકાલે 2 જુલાઈના વિધાનસભાના કામકાજ પ્રથમ દિને વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી થશે અને તેમાં હવે ઉદ્ધવ ઠાકરે જૂથ તથા કોંગ્રેસ, એનસીપી સહિતના વિપક્ષોના વલણ પર નજર છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા અધ્યક્ષનું પદ છેલ્લા એક વર્ષથી બંધ છે અને બહુમત પરિક્ષણ પુર્વે નવા અધ્યક્ષ ભાજપ્ના કોઈ સીનીયર સભ્ય બનશે અને તા.3ના રોજ સરકારની બહુમતીના પારખા થશે. દરમ્યાન હવે નવી સરકારના મંત્રીમંડળની રચનાની કાર્યવાહી પણ શરૂ થઈ છે. શિવસેના-બાગી જૂથને મુખ્યમંત્રીપદ અપાયા બાદ હવે આ જૂથને મંત્રીમંડળમાં કેવું સ્થાન મળે છે તેના પર સૌની નજર છે તથા ભાજપ્ના અનેક સીનીયર નેતાઓ પણ મંત્રીમંડળમાં જોડાશે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા બાદ હવે આ જૂથને સરકારમાં સ્થાન આપવાનો મુદો પેચીદો બની શકે છે અને શિંદે જૂથને મંત્રીમંડળમાં 15 સ્થાન મળી શકે છે. પરંતુ ગૃહ, નાણા, કૃષિ, પીડબલ્યુડી વિ. વિભાગ ભાજપ પાસે રહે તેવી શકયતા છે. અગાઉ ભાજપ્ની સરકાર સમયે પણ તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ગૃહ મંત્રાલય પોતાની પાસે જ રાખ્યું હતું અને હવે શ્રી ફડનવીસ નાયબ મુખ્યમંત્રી છે પણ તેઓ સરકારમાં મહત્વની ભૂમિકા ભજવશે. તેથી ગૃહમંત્રાલય તેઓને સુપ્રત કરવામાં આવે તેવી ધારણા છે.

શિંદે જૂથના કુલ 9 ધારાસભ્યો અગાઉની સરકારમાં મંત્રી હતા અને તેઓને તમામને રીપીટ કરવામાં આવે તેવી ધારણા છે. મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારમાં શહેર વિકાસ મંત્રી હતા અને તેથી હવે તેઓ પોતાની પાસે સામાન્ય વહીવટ સહિતના મહત્વના ખાતામાં રહેશે તેમ માનવામાં આવે છે. બીજી તરફ હાલ ગોવામાં રહેલા બાગી જૂથના ધારાસભ્યો આજે મુંબઈ પરત ફરે તેવી ધારણા છે. જો કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે હજું પરાજય સ્વીકાર્ય નથી અને તેથી આવતીકાલે વિધાનસભામાં જ સીધા આ ધારાસભ્યો પહોંચે તેવી ધારણા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!