Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

મણિપુરમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલનથી મોતનો આંકડો 14એ પહોંચ્યો: 23 લોકોને સુરક્ષિત બચાવાયા: 45 હજુ પણ લાપતા

મણિપુરમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલનથી મોતનો આંકડો 14એ પહોંચ્યો: 23 લોકોને સુરક્ષિત બચાવાયા: 45 હજુ પણ લાપતા

મણિપુરમાં બુધવારે આર્મી કેમ્પ પાસે ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનના કારણે મોતનો આંકડો વધીને 14 થયો છે અને 45થી વધુ લાપતા લોકોની તલાશ ચાલુ છે, જયારે અત્યાર સુધીમાં 23 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બચાવાયા છે.

આ ભીષણ દુર્ઘટના બુધવારે રાત્રે નોની જિલ્લાના તુપુલ રેલવે કન્સ્ટ્રકશન કેમ્પ પાસે બની હતી. ખરાબ હવામાનના કારણે બચાવકાર્યમાં પરેશાની થઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 8 લાશો બહાર કાઢવામાં આવી છે. જેમાં 7 લાશ પ્રાદેશિક સેનાના જવાનોની છે. કાટમાળમાં લગભગ 72 લોકો ફસાયા હોવાની આશંકા છે અને રાત-દિવસ બચાવકાર્ય થઈ રહ્યું છે.

સેનાએ જણાવ્યું હતું કે કાટમાળમાં દબાયેલા પ્રાદેશિક સેનાના 13 જવાનો સહિત પાંચ નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનો માટે રૂા.5 લાખ અને ઘાયલોના પરિવાર માટે 50 હજાર રૂપિયાની સહાયની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!