Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

મધ્યપ્રદેશમાં 50 યાત્રિકો સાથેની બસ નર્મદામાં ખાબકતા 13ના મોત: 25 યાત્રિકોની શોધખોળ

મધ્યપ્રદેશમાં 50 યાત્રિકો સાથેની બસ નર્મદામાં ખાબકતા 13ના મોત: 25 યાત્રિકોની શોધખોળ

મહારાષ્ટ્ર એસટીની ઇન્દોરથી પૂના જઇ રહેલી બસ ઓવરટેઇક કરવા જતા રેલીંગ તોડીને નદીમાં પડી : 15ને બચાવાયા

મધ્યપ્રદેશમાં એક ભયાનક દુર્ઘટનામાં ધાર જિલ્લામાં 50થી વધુ યાત્રિકો સાથેની એક બસ નર્મદા નદીમાં ખાબકતા ઓછામાં ઓછા 15 યાત્રિકો માર્યા ગયા છે જ્યારે હજુ 23થી 25 યાત્રિકોની શોધખોળ ચાલુ છે અને 15 યાત્રિકોને બચાવી લેવામાં સફળતા મળી હતી.

મહારાષ્ટ્ર સરકારની રોડવેઝની આ બસ ઇન્દોરથી પૂના જઇ રહી હતી અને નર્મદા નદીના પુલ પર બસનું સ્ટીયરીંગ લોક થઇ જતાં બસ સંજયસેતુ પુલ પરથી નર્મદા નદીમાં જઇ પડી હતી. આગરા-મુંબઈ હાઈવે પર સર્જાયેલી આ દુર્ઘટના ઇન્દોરથી 80 કિલોમીટર દૂર બની હતી. સવારે 10 વાગ્યાની આસપાસ આ બસ નદીમાં પડ્યા બાદ તૂર્ત જ રાહત અને બચાવની કામગીરી શરુ કરવામાં આવી છે. બચી ગયેલા યાત્રિકોમાં અનેકની હાલત ગંભીર છે અને તેઓને નજીકની હોસિપટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દુર્ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ દુર્ઘટનામાં કેટલાક યાત્રિકોને તૂર્ત બચાવી લેવામાં આવતા તેઓના જણાવ્યા મુજબ બસ અન્ય વાહનને ઓવરટેઇક કરતા સમયે ડ્રાઈવરે બસ પરનો અંકુશ ગુમાવી દીધો હતો અને બસ રેલીંગ તોડીને પૂલમાં ખાબકી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે બચાવ અને રાહત કામગીરી માટે ખાસ ટીમ તાત્કાલીક રવાના કરી હતી અને મૃત્યુઆંક ઉંચો જાય તેવો ભય છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!