Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

નવી પેઢીને સુકાન: 65 વર્ષના મુકેશ અંબાણીનું જિયોના ડાયરેક્ટરપદેથી રાજીનામું, આકાશ અંબાણી નવા ચેરમેન

નવી પેઢીને સુકાન: 65 વર્ષના મુકેશ અંબાણીનું જિયોના ડાયરેક્ટરપદેથી રાજીનામું, આકાશ અંબાણી નવા ચેરમેન

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે. તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે. કંપનીએ સેબીને પણ આ ફેરફારની માહિતી મોકલી છે.

મુકેશ અંબાણીએ ગત વર્ષે ડિસેમ્બરમાં કંપનીની લીડરશિપમાં ફેરફારની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવા નેતૃત્વએ આગળ આવવું પડશે. એ સમયે પણ એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે તે જિયોનું કમાન નવી પેઢીને સોંપવા માગે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!